Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold-silver surge despite market closure: Prices skyrocket in Ahmedabad-Mumbai

VIDEO/ બજાર બંધ છતાં સોના-ચાંદીમાં ભડકો: વૈશ્વિક સોનું $4000 પાર થતાં અમદાવાદ-મુંબઈમાં કિંમતો આકાશે આંબી

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં મંદીને બ્રેક વાગી હતી તથા ભાવ પ્રત્યાઘાતી ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં ભાવ ફરી વધી જતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ નીચા મથાળેથી ઉછળ્યા પછી ઉછાળો ઊભરા જેવો નિવડતાં ભાવ ફરી ઘટી ગયાના સમાચાર મળ્યા હતા.

App Store

અમેરિકાએ ઈરાન પરના વિવિધ પ્રતિબંધો દૂર કરતાં ઈરાનના ક્રૂડ ઓઈલ ઉત્પાદકો દ્વારા હવે ડિસ્કાઉન્ટ વોર શરૂ થયાના સમાચાર મળ્યા હતા. ઈરાનના ક્રૂડ ઓઈલ ઉત્પાદકો દ્વારા ભારતના બાયર્સને બેરલદીઠ ૩થી ૪ ડોલરના ડિસ્કાઉન્ટમાં ક્રૂડતેલની ઓફરો શરૂ થયાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઘટતા અટકી ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૦૦ ઉછળ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ આંચકા પચાવી કિલોદીઠ રૂ.૪૦૦૦ ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૩૯૮૩થીૂ ૩૯૮૪ ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૪૦૦૦ પાર કરી ૪૦૫૫ થઈ ૪૦૪૫થી ૪૦૪૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચાામાં ૧૦૧.૫૭ રહ્યા પછી ઘટી આજે નીચામાં ૧૦૧.૧૪ થઈ ૧૦૧.૨૧ રહેતાં વૈશ્વિક સોનામાં આજે નીચા મ થાળે ફંડોનું બાઈંગ વધ્યાના વાવડ હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ઔંસના ૫૭.૨૪થી ૫૭.૨૫ ડોલરથી વધી ઉંચામાં ૫૮.૫૧ થઈ ૫૮.૧૨ થી ૫૮.૧૩ ડોલર રહ્યા હતા.

દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૪૬૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૭૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૨૭૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૨૦૦૦ વધી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૪૧૩૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૧૯૦૦ રહ્યા હતા. મુંબઈ-ચાંદીના ભાવ જીએસટી વગર આજે રૂ.૬૫૦૦ ઉછળી રૂ.૨૨૩૦૦૦ બોલાયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૪.૪૦ વાળા રૂ.૯૪.૩૫ રહ્યા હતા. દેશમાં ફોરેક્સ રિઝર્વ ૯૬૩૦ લાખ ડોલર વધી ૬૭૨.૫૮ અબજ ડોલર થયાનું રિઝર્વ બેન્કના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, ગોલ્ડ રિઝર્વ ૪.૧૧૦ અબજ ડોલર વધી ૧૦૭.૯૩૦ અબજ ડોલર થયાના નિર્દેશો મળ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં ભાવ તળિયેથી વધ્યા પછી ફરી ઘટાડા પર થયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ઉંચામાં ભાવ ૭૫.૧૩ ડોલર થઈ ૭૩.૨૧ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૧.૮૬ થઈ ૭૦.૨૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના ૧૫૯૧થી ૧૫૯૨ ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૧૬૨૭ અને ૧૬૨૩થી ૧૬૨૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૧૯૪થી ૧૧૯૫ વાળા વધી ઉંચામાં ભાવ ૧૨૧૯ થઈ ૧૨૧૪થી ૧૨૧૫ ડોલર રહ્યા હતા.