Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Rise in pulses prices during festivals: Chickpeas, Tur, Mung beans expensive

તહેવારો સમયે કઠોળના ભાવમાં ઉછાળોઃ ચણા, તુવેર, મગની દાળ મોંઘી

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
તહેવારો સમયે કઠોળના ભાવમાં ઉછાળોઃ ચણા, તુવેર, મગની દાળ મોંઘી
સોર્સ : gstv

રાજ્યમાં હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે હવામાનની અનિયમિતતાને કારણે કૃષિ ઉત્પાદનો પર માઠી અસર થઈ છે અને તેની સીધી અસર હવે સામાન્ય લોકોના રસોડામાં પર જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ દુષ્કાળ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની અસમાન પરિસ્થિતિને કારણે અનાજ અને કઠોળના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેના પરિણામે વાશી એપીએમસીના જથ્થાબંધ બજારમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં કઠોળના ભાવ પ્રતિ કિલો રુ.૧૦થી રુ.૨૦ સુધી વધ્યા છે. જ્યારે છૂટક બજારમાં કઠોળના ભાવમાં પ્રતિ કિલો રુ.૨૦થી રુ.૩૦નો વધારો થયો છે.

App Store

 

વિગત મુજબ, વાશી કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના જથ્થાબંધ બજારમાં અનાજ અને કઠોળની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો હોવાનું કહેવાય છે. આ વર્ષે ઓછો વરસાદ, વધતી ગરમી અને દુષ્કાળની સ્થિતિને કારણે અનાજ અને કઠોળના પાકના ઉત્પાદન તથા પુરવઠા પર અસર પડી છે. આ પરિસ્થિતિમાં બજારમાં કઠોળની ઉપલબ્ધતા ઘટતાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

જથ્થાબંધ બજારમાં ચણાની દાળનો ભાવ અગાઉ પ્રતિ કિલો રુ.૭૨ હતો. જે હવે વધીને રુ. ૮૨ થઈ ગયો છે. તો તુવેરની દાળનો ભાવ રુ.૯૦થી વધીને હવે રુ.૧૦૫ તથા મગની દાળનો ભાવ રુ.૯૫ થી વધીને હવે રુ.૧૦૫ પ્રતિ કિલો થયો છે. આમ, દૈનિક ભોજનમાં ઉપયોગમાં લેવાતી આ ત્રણેય દાળો મોંઘી થતાં સામાન્ય પરિવારોના માસિક બજેટ પર વધારાનો બોજ પડવાની શક્યતા છે.

દરમિયાન જથ્થાબંધ બજારમાં ભાવ વધારાની છૂટક બજારમાં પણ અસર જોવા મળી રહી છે. અહીં ચણાની દાળનો ભાવ પ્રતિ કિલો રુ. ૧૧૦થી વધીને રુ. ૧૩૦ અને તુવેરની દાળનો ભાવ રુ. ૧૨૦થી વધીને રુ.૧૫૦ થયો છે. મગની દાળનો છૂટક ભાવ પ્રતિ કિલો રુ. ૧૪૦ નોંધાયો છે. જથ્થાબંધ બજારમાં થયેલો ભાવવધારો છૂટક વેપાર સુધી પહોંચતાં ગ્રાહકોએ હવે દાળની ખરીદી માટે વધુ નાણાં ખર્ચવા પડી રહ્યા છે.

તહેવારોની સીઝનમાં દાળો અને તેમાંથી બનતી વાનગીઓની માંગ વધતી હોય છે. બીજી તરફ, કઠોળની પુરવઠામાં ઘટાડો અને પરિવહન ખર્ચમાં વધારો પણ ભાવ પર અસર કરી રહ્યા છે. જો માંગ વધે અને બજારમાં કઠોળની આવક મર્યાદિત રહે તો ભાવ પર વધુ દબાણ આવવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ગ્રાહકોએ ખરીદી કરતાં પહેલાં સ્થાનિક બજારના ભાવની સરખામણી કરવી જરૃરી બનશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News