Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahead of the festivals, a huge police crackdown on a network of drug addicts in Ahmedabad Rural!

તહેવારો પહેલા અમદાવાદ ગ્રામ્યમાં નશાના નેટવર્ક પર પોલીસનો મોટો સપાટો!, કફ સિરપ સહિત 5.32 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2026
લાઇવ ટીવીGoogle News
તહેવારો પહેલા અમદાવાદ ગ્રામ્યમાં નશાના નેટવર્ક પર પોલીસનો મોટો સપાટો!, કફ સિરપ સહિત  5.32 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત
સોર્સ : gstv

તહેવારો ટાણે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશાનો કાળો કારોબાર ફાલીફૂલ્યો છે, ત્યારે નળ સરોવર પોલીસે નશાકારક કફ સીરપના નેટવર્કનો પર્દાફાશ કરીને સપાટો બોલાવ્યો છે. તાજેતરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા સાણંદમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યા બાદ, હવે સ્થાનિક LCB અને SOG ટીમની નિષ્ક્રિયતા વચ્ચે નળ સરોવર પોલીસ મથકના PI એમ.કે. પિયેજા અને તેની ટીમે 24 કલાકના ટૂંકા ગાળામાં બે અલગ-અલગ સફળ દરોડા પાડીને મોટી કાર્યવાહી આચરી છે.

App Store

સ્વિફ્ટ કારમાંથી 80 બોટલ કફ સીરપ સાથે 2 ઝડપાયા

નળ સરોવર પોલીસે બાતમીના આધારે સાણંદ તાલુકાના ઉપરદળ ગામે દરોડો પાડ્યો હતો. જ્યાંથી શંકાસ્પદ સ્વિફ્ટ કારમાંથી 80 બોટલ નશાકારક કફ સીરપ મળી આવી હતી. પોલીસે કારમાં સવાર હરશન કોળીપટેલ અને કમલેશ સોલંકીને અટકાયતમાં લઈ કફ સીરપ, કાર તથા અન્ય સામગ્રી મળી કુલ 5.32 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પૂછપરછમાં મુખ્ય સપ્લાયર ઝબ્બે

ઝડપાયેલા બંને આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરતાં આ રેકેટના મુખ્ય સપ્લાયર સદ્દામ ખલીફાનું નામ સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સદ્દામ ખલીફાની અટકાયત કરી હતી. તેની સઘન પૂછપરછ બાદ આરોપી સદ્દામે બાવળાના દેવડથલ ગામ નજીક આવેલા ડાંગરના ખેતરમાં સંતાડેલી વધુ 370 બોટલ કફ સીરપનો જથ્થો મળ્યો હોતો.

પોલીસે બંને દરોડા દરમિયાન મળીને 98,550 રૂપિયાની કિંમતની કુલ 450 બોટલ કોડેઈનયુક્ત કફ સીરપ સીઝ કરી છે. આ નશાકારક કફ સીરપના કાળા કારોબારના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં તપાસ લંબાવતાં બાવળાના 'અનીયા' નામના શખસનું નામ સામે આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી ફરાર અનીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.