Gold Silver price today: સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદીમાં પણ તેજીનો ચમકારો યથાવત્, જાણો આજનો નવો ભાવ

Gold Silver price today: દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે સોનાની કિંમત 3,600 પ્રતિ 10 ગ્રામ વધીને રૂપિયા 1,02,620ની ઓલટાઈમ હાઈમ સ્તરે પહોંચી ગયો હતો. આ રીતે ચાંદીનો ભાવ પણ 1500 રૂપિયા વધીને 1,14,000 પ્રતિ એક કિલોગ્રામ થઈ ગઈ છે. બુધવારે ચાંદીની કિંમત 1,12,500 પ્રતિ કિલો હતી. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ જાણકારી આપી હતી. અમેરિકા દ્વારા ભારતીય આયાત પર વધુ 25 ટકા ટેરિફ લગાડવાની જાહેરાત બાદ ગુરુવારે રોકાણકારોનું વલણ સુરક્ષિત રોકાણ કરવા વધ્યું હતું. જેની અસર કિંમતી ધાતુઓ પર સ્પષ્ટ જોવા મળી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતી યથાવત્
ન્યૂયોર્કમાં સ્પોટ ગોલ્ડ 9.76 ડોલર અથવા 0.29 ટકા વધીને 3,379.15 ડોલર પ્રતિ ઔંસ થયું. સ્પોટ સિલ્વર 1.37 ટકા વધીને 38.34 ડોલર પ્રતિ ઔંસ થયું. મળતી માહિતી અનુસાર, ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ અને યુએસ-રશિયા વચ્ચે સંભવિત નવા પ્રતિબંધોએ સોનાને ટેકો આપ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું 3,375 ડોલરની ઉપર મજબૂતી સાથે ટકી રહ્યું છે.
MCX પર પણ ભાવ વધ્યા
ઓક્ટોબર ડિલિવરી માટે સોનાનો ભાવ રૂપિયા 893 અથવા 0.88% વધીને રૂપિયા1,02,155 પ્રતિ 10 ગ્રામ થયો. ડિસેમ્બર ડિલિવરી કોન્ટ્રેક્ટ રૂપિયા 880 અથવા 0.86% વધીને રૂપિયા 1,03,047 પ્રતિ 10 ગ્રામના ઓલટાઈમ હાઈ લેવલે પહોંચ્યો હતો. સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદી 1,503 રૂપિયા અથવા 1.32 ટકા વધીને 1,15,158 રૂપિયા પ્રતિ કિલો થઈ.
6 ઓગસ્ટના રોજ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂપિયા 98,600 હતો
મળતી માહિતી અનુસાર, બુધવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 10 ગ્રામ દીઠ રૂપિયા 99,020 પર બંધ થયું હતું, જ્યારે ગુરુવારે 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 3,600 વધીને રૂપિયા 1,02,200 પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત) થયું હતું. એક દિવસ પહેલા તે 10 ગ્રામ દીઠ રૂપિયા 98,600 પર હતું. વેપાર તણાવને કારણે રોકાણકારોનો ઝોક સલામત વિકલ્પો તરફ વધ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે વધતા તણાવે આ તેજીને વધુ મજબૂત બનાવી છે
ટ્રમ્પે ચિપ્સની આયાત પર 100% ટેરિફ લાદવાની ચેતવણી આપી
મળતી માહિતી અનુસાર, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચિપ્સની આયાત પર 100 ટકા ટેરિફ લાદવાની ચેતવણી આપી છે. આ ઉપરાંત, નવા ફેડ ચેરની જાહેરાત પણ આ અઠવાડિયે થવાની સંભાવના છે, જે સોનાના ભાવને વધુ અસર કરીશકે છે. જેથી રોકાણકારો યુએસ બેરોજગારીના ડેટાની રાહ જોઈ રહ્યા છે, જે નજીકના ભવિષ્યમાં વ્યાજ દરો અને બુલિયન બજારની દિશા નક્કી કરવામાં મદદ કરશે.

