Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat University syndicate member Ashish Amin in controversy, Congress opposes

Ahmedabad news: ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન વિવાદમાં, કોંગ્રેસ દ્વારા વિરોધ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન વિવાદમાં, કોંગ્રેસ દ્વારા વિરોધ
સોર્સ : GSTV News

Ahmedabad news: રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં સિન્ડિકેટ સભ્યોનો વિવાદ ચાલી રહ્યો છે.ત્યારે સરકાર દ્વારા નિમાયેલા વધુ એક સિન્ડિકેટ સભ્યોનો અન્ય વિવાદ સામે આવ્યો છે. સિન્ડિકેટ સભ્ય ડિસ્ટ્રીક રાયફલ એસોસિએશનના પ્રેસિડેન્ટ પણ છે.સાથે ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પણ છે.તેમને 2021થી સપોર્ટ કોમ્પલેક્ષમાં રાયફલ શૂટિંગ માટે MOU કરી શૂટિંગ ઈન્સ્ટિટ્યૂટ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો હતો.જેમાં તેમણે 4 વર્ષે સફળતા મળી છે.જોકે કોંગ્રેસ દ્વારા આ અંગે વિરોધ કરી રાયફલ શૂટિંગ સિન્ડિકેટ સભ્યને સોંપવા માંગણી કરવામાં આવી છે. 

App Store

ગુજરાત યુનિવર્સિટીના સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનના પ્રેસિડન્ટ પણ છે. ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ઓલમ્પિકને લઈને અલગ અલગ સ્પોર્ટ્સની એક્ટિવિટીના કેમ્પસ બનાવવામાં આવ્યા છે.જેમાં રાયફલ શૂટિંગ રેન્જ પણ અત્યારે બનાવવામાં આવી રહી છે.આ રાયફલ શૂટિંગ રેન્જ માટે 10000 વાર કરતાં વધુ જગ્યા ફાળવવામાં આવી છે.આ જગ્યા મેળવવા માટે કેટલાક લોકોના પ્રયત્ન ચાલુ છે.

21 મે 2021ના રોજ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રાયફલ એસોસિએશન દ્વારા ગુજરાત યુનિવર્સિટી સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા.જેમાં હોર્સ રાઈડિંગ સ્કૂલ અને સ્પોર્ટ્સ એકેડેમીમાં રાયફલ શૂટિંગ રેન્જ બંને સોંપવા એમઓયુ કર્યા હતા.આ સમયે અમદાવાદ ડિસ્ટ્રિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ આશિષ અમીન હતા જેમણે મંજૂરી પણ માગી હતી તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોમાં પણ તેઓ હતા.એટલે કે મંજૂરી આપનાર ઓથોરિટીમાં પણ તેઓ હતા.વર્ષ 2021માં મંજૂરી તો મળી ગઈ હતી પરંતુ અન્ય સિન્ડિકેટ સભ્યોને આ અંગેની જાણ થતા વર્ષ 2023માં સિન્ડિકેટ સભ્યોના વિરોધના કારણે રાયફલ શૂટિંગ અંગેના એમઓયુ રદ કરવામાં આવ્યા હતા.

MOU તો રદ થયા પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં આવનાર ઓલિમ્પિકને લઈને રાઇફલ શૂટિંગ રેન્જ બનાવવાની જ હતી જેથી તેનું કામ ચાલી રહ્યું હતું.આ દરમિયાન કોમન યુનિવર્સિટી એક્ટ આવતા જૂના તમામ સિન્ડિકેટ સભ્યોની ટર્મ પણ પૂરી થઈ ગઈ હતી.જે બાદ વર્ષ 2025માં ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીના નવા એક્ટ પ્રમાણે સરકાર દ્વારા પાંચ સિન્ડિકેટ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી તેમાં ફરીથી અમદાવાદ ડિસ્ટ્રિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ આશિષ અમીનની સીન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી.ફરીથી નિમણૂક થતા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રાયફલ એસોસિએશન દ્વારા ફરી એકવાર રાયફલ શૂટિંગ રેંજ માટે ટેન્ડર પ્રક્રિયા કરીને રાયફલ શૂટિંગ રેન્જ મેળવીને ત્યાં ઈન્સ્ટિટ્યૂટ શરૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં એકંદરે સફળતા મળી છે.કારણ કે આ વખતની સિન્ડિકેટ બેઠકમાં કોઈપણ સભ્ય આ મુદ્દે વિરોધ નથી કરી રહ્યું.

આ અંગે કોંગ્રેસ અને પૂર્વ સિન્ડિકેટ સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણ કે તેમનો આક્ષેપ છે કે મંજૂરી માંગનાર સંસ્થામાં પણ આશિષ અમીન છે અને મંજૂરી આપનાર ઓથોરિટીમાં પણ આશિષ અમીન છે.જેથી એક જ વ્યક્તિ બે જગ્યાએ હોય તો નિર્ણય ભલામણથી કરવામાં આવી શક્યો હોય છે.