Gold-Silver price today: સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી ઉછાળો, જાણો નવો દર

Gold Silver price today: દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે સોનાના ભફાવમાં ફરી તેજી આવી છે અને 200 પ્રતિ 10 ગ્રામ ઉછાળો આવ્યો છે. ઓલ ઈન્ડિયા એસોસિએશન પ્રમાણે 99.9 ટકા ધરાવતું સોનું મંગળવારે 98,820 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જે બુધવારે વધીને રૂપિયા 99,020 પ્રતિ 10 ગ્રામ થયો છે. મળતી માહિતી અનુસાર, 99.5 ટકા શુદ્ધતા ધરાવતા સોનાનો ભાવ 100ના વધારાની સાથે રૂપિયા 98,600 પ્રતિ 10 ગ્રામ તમામ ટેક્સ સાથે. જ્યારે મંગળવારે આ 98,500 પર બંધ થયો. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવમાં આ ઉછાળો સ્ટોકિસ્ટ દ્વારા સતત ખરીદીને લીધે જોવા મળી છે.
ચાંદીના ભાવમાં 500ની તેજી
મળતી માહિતી અનુસાર, ચાંદીની કિંમત પણ બુધવારે 500 રૂપિયા મોંઘી થઈ અને વધીને 1,12,500 પ્રતિ કિલોગ્રામ તમામ ટેક્સ સાથે થઈ છે. મંગળવારે આ 1,12,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
નિષ્ણાતો શું કહે છે?
બુધવારે સુરક્ષિત રોકાણોની માંગ જોવા મળી. HDFC સિક્યોરિટીઝના કોમોડિટી વિશ્લેષક સોમિલ ગાંધીએ જણાવ્યું હતું કે બુધવારે સોનાના ભાવમાં થોડો વધારો થયો હતો કારણ કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે રોકાણકારોની સલામત રોકાણોની માંગ યથાવત રહી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોની પણ સોનાના આ વધારા પર અસર પડી હતી. મંગળવારે ટ્રમ્પે ફાર્માસ્યુટિકલ આયાત પર નવા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ ટેરિફ શરૂઆતમાં ઓછા હશે પરંતુ ધીમે-ધીમે 250% સુધી વધી શકે છે
ટ્રમ્પે સેમિકન્ડક્ટર અને ચિપ્સ પર આગામી ટેરિફ જાહેરાતનો પણ સંકેત આપ્યો, જેનાથી બજારમાં અસ્થિરતા વધી અને રોકાણકારો સોના તરફ ધકેલાઈ ગયા. ગાંધીએ કહ્યું કે ટેરિફ સંબંધિત આ અનિશ્ચિતતા કિંમતી ધાતુઓમાં 'જોખમ પ્રીમિયમ' ઉમેરી રહી છે. ન્યૂ યોર્કમાં સ્પોટ ગોલ્ડ 17.51 ડોલર અથવા ૦.52% ઘટીને 3,363.35 ડોલર પ્રતિ ઔંસ થયું. સ્પોટ સિલ્વર 0.12% ઘટીને 37.76 ડોલર પ્રતિ ઔંસ થયું.
રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વ પર છે
LKP સિક્યોરિટીઝના VP રિસર્ચ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે ડોલર ઇન્ડેક્સમાં તાજેતરમાં આવેલી મજબૂતાઈને કારણે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા. ફેડરલ રિઝર્વ પર નજર
વિશ્લેષકો કહે છે કે હવે બજારની નજર ફેડરલ રિઝર્વના અધિકારીઓના ભાષણો પર છે, જે સોના અને ચાંદીના ભાવની ભવિષ્યની દિશા નક્કી કરશે. અબાન્સ ફાઇનાન્શિયલ સર્વિસિસના CEO ચિંતન મહેતાએ જણાવ્યું હતું કે વેપાર તણાવ વધી રહ્યો છે. જો અમેરિકા અને યુરોપ વચ્ચે કોઈ કરાર ન થાય, તો ટ્રમ્પ 35% સુધીનો ટેરિફ લાદી શકે છે. આનાથી ફુગાવો વધશે, જે સોનાના ભાવને વધુ ઉપર લઈ જઈ શકે છે.

