મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદની સાબરમતી નદીમાં સફાઈ અભિયાન પાછળ લાખોનો ખર્ચ બેકાર

VIDEO: અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી પ્રદૂષિત થતા અમદાવાદ મહાનગરપાલ

VIDEO: અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી પ્રદૂષિત થતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નદીમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું. સફાઈ અભિયાન પાછળ 35 લાખનો ખર્ચ થયો છે. દોઢ મહિનો નદીને કોરી રાખી સફાઈ કરવામાં આવી હતી. NGO અને નાગરિકોની જન-ભાગીદારીથી આ અભિયાન હાથ ધરાયુ હતું.

જો કે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા આ સફાઈ અભિયાન અંતર્ગત રૂ 35 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. અહીં સવાલએ થાય છે કે, 35 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાબરમતી નદી સફાઈના ખર્ચને લઈ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે નિવેદન આપતા જણાવ્યું હતું કે,  સત્તા પક્ષ દ્વારા નદીને ખાલી કરી સફાઈ અભિયાન કરવાનું નાટક કર્યું હતું. જન-ભાગીદારીથી અભિયાન કરવાનું કહ્યું હતું. નેતાઓ અને અધિકારીઓ નદીમાં ઉતરી ફોટો-સેશન કર્યું હતું. 35 લાખ રૂપિયાનો ખર્ચ નદીની સફાઈ અભિયાનમાં થયો છે. જો ખરેખર નદીને સફાઈ કરવી હોત તો વાસણા બેરેજ પાસે ઉતારીને સફાઈ કરી હોત.  

આ સમાચાર શેર કરો