Gold Silver price today: નવા વર્ષે સોનામાં ઉછાળો, ચાંદીમાં સતત બીજા દિવસે કડાકો, જાણો આજની નવી કિંમત

Gold Silver price today: 1 જાન્યુઆરી, 2026ના રોજ નવા વર્ષના પ્રારંભે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં નરમાઈ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર, ગુરુવારે દિલ્હીના બજારમાં 99.9% શુદ્ધતા ધરાવતું સોનું 640 રૂપિયા વધીને રૂપિયા 1,38,340 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. બુધવારે સોનું રૂપિયા 1,39,700 પર બંધ રહ્યું હતું. બીજી તરફ, ચાંદીમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી 1600 રૂપિયાના ઘટાડા સાથે રૂપિયા 2,37,400 પ્રતિ કિલો પર પહોંચી છે.
2025માં મળ્યું બમ્પર વળતર: ગયું વર્ષ રોકાણકારો માટે ખૂબ જ નફાકારક રહ્યું હતું. 2025માં સોનાએ 73.45% અને ચાંદીએ લગભગ 164 ટકા જેટલું માતબર વળતર આપીને રોકાણકારોને માલામાલ કર્યા છે.
વૈશ્વિક બજારની સ્થિતિ
અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં ઉછાળો આવવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. બુધવારે વૈશ્વિક બજારમાં સોનું 28 ડોલર ઘટીને 4310.89 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયું હતું. નિષ્ણાતોના મતે ટૂંકા ગાળામાં આંતરરાષ્ટ્રીય ભાવ મર્યાદિત રેન્જમાં રહી શકે છે.
2026માં ભાવ પર કયા પરિબળો અસર કરશે?
મળતી માહિતી અનુસાર, વર્ષ- 2026માં સોના-ચાંદીના ભાવ મુખ્યત્વે ત્રણ પરિબળો પર નિર્ભર રહેશે: 1. મેક્રો ઈકોનોમિક સ્થિતિ અને મૌદ્રિક નીતિ. 2. ભૂ-રાજકીય (Geopolitical) તણાવ. 3. સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની સતત ખરીદી અને ETF ઈનફ્લો.
ચીનના નવા પ્રતિબંધોની ચાંદી પર અસર
બજારના નિષ્ણાતો માને છે કે ચાંદીની નિકાસ પર ચીને લાદેલા નવા પ્રતિબંધોને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. આનાથી નજીકના ભવિષ્યમાં ચાંદીના ભાવમાં મોટી અસ્થિરતા જોવા મળી શકે છે.

