Gold Price Today: અઠવાડિયાના પ્રથમ દિવસે સોનું-ચાંદી મોંઘુ થયું, જાણો શું છે 22-24 કેરેટ ગોલ્ડનો રેટ
ભારતીય બુલિયન બજારમાં સોનું અને ચાંદી મોંઘુ થયું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, 24 કેરેટ ધરાવતા 10 ગ્રામ સોનાન

ભારતીય બુલિયન બજારમાં સોનું અને ચાંદી મોંઘુ થયું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, 24 કેરેટ ધરાવતા 10 ગ્રામ સોનાની કિંમત વધીને 98791 રૂપિયા છે. ચાંદીની કિંમતમાં પણ વધારો થયો છે. ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો છે.
સોનાની કિંમતમાં વધારો
રાષ્ટ્રીય સ્તર પર 995 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાની કિંમત 98395 રૂપિયા છે જે શુક્રવારે 97850 હતી. 916 શુદ્ધતા ધરાવતા 22 કેરેટ સોનાની વાત કરીએ તો આજે 90493 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઇ રહ્યું છે. 750 શુદ્ધતા ધરાવતા 18 કેરેટ સોનાની કિંમત 74093 રૂપિયા છે અને 585 શુદ્ધતા ધરાવતા 14 કેરેટ સોનાની કિંમત 57793 રૂપિયા છે.
ચાંદીનો શું છે ભાવ?
ચાંદીના ભાવની વાત કરીએ તો 112760 રૂપિયા કિલો છે જે શુક્રવારે 112700 રૂપિયા હતો. મહત્ત્વપૂર્ણ છે કે આ કિંમતોમાં GST એડ નથી હોતો અને જ્વેલરી ખરીદવા પર તમારે મેકિંગ ચાર્જ પણ અલગથી આપવો પડશે.








