મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

સતત ચોથા દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજીનો માહોલ, જ્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો 

વૈશ્વિક બજારની અસર અને સ્થાનિક માંગને પગલે ભારતીય કોમોડિટી મા

સતત ચોથા દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજીનો માહોલ, જ્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો 
આ સમાચાર સાંભળો

વૈશ્વિક બજારની અસર અને સ્થાનિક માંગને પગલે ભારતીય કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીમાં સતત ચોથા દિવસે વધારો નોંધાયો છે, જે રોકાણકારો માટે પ્રોત્સાહક સંકેત છે.  

ચાંદીમાં તેજીનો માહોલ

MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર જુલાઈ 2026ના વાયદા મુજબ, ચાંદીના ભાવમાં આજે રૂ. 2060 (+0.80%)નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ચાંદી અત્યારે રૂ. 2,60,600ના સ્તરે ટ્રેડ થઈ રહી છે. દિવસ દરમિયાન ચાંદી રૂ. 2,61,811ની ઊંચી સપાટીએ પહોંચી હતી, જ્યારે નીચી સપાટી રૂ. 2,59,999 રહી હતી. અગાઉના બંધ ભાવ રૂ. 2,58,540 ની સરખામણીએ આજે બજાર મજબૂતી સાથે ખૂલ્યું હતું.

સોનાના ભાવમાં સુધારો

સોનાના ભાવમાં પણ સામાન્ય વધારો જોવા મળ્યો છે. MCX પર જૂન 2026 ના વાયદા મુજબ સોનું રૂ. 471 (+0.31%) વધીને રૂ. 1,52,732 પર ટ્રેડ કરી રહ્યું છે. સોનામાં દિવસની ઊંચી સપાટી રૂ. 1,53,103 અને નીચી સપાટી રૂ. 1,52,672 નોંધાઈ છે. નિષ્ણાતોના મતે, આર્થિક અનિશ્ચિતતા અને સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની વધતી માંગને કારણે કિંમતોમાં આ વધારો જોવા મળી રહ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો 

જો આજે શેરબજારની વાત કરીએ તો સેન્સેક્સ આજે લાલ નિશાનમાં ખુલ્યું હતું. સેન્સેક્સમાં અત્યાર સુધીમાં 460 થી વધુ પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો અને તે હાલમાં 77360 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં 150થી વધુ પોઇન્ટનો કડાકોબ બોલાયો હતો. નિફ્ટીમાં 24173 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. આજે અમેરિકા અને ઈરાન વચ્ચે થોડીક ચકમક થયાના અહેવાલોને કારણે બજારમાં અસ્થિરતા આવી હોઈ શકે છે. 

આ સમાચાર શેર કરો