Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold and Silver Prices Crash: Huge Relief for Investors

રોકાણકારો માટે મોટી રાહત: માત્ર 10 દિવસમાં સોના-ચાંદીના ભાવ આસમાનેથી જમીન પર આવ્યા, જાણો MCX ના વર્તમાન દર

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
રોકાણકારો માટે મોટી રાહત: માત્ર 10 દિવસમાં સોના-ચાંદીના ભાવ આસમાનેથી જમીન પર આવ્યા, જાણો MCX ના વર્તમાન દર
સોર્સ : GSTV

Silver and Gold Weekly Updates : સોના અને ચાંદીના રોકાણકારો માટે બજારમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. મધ્ય પૂર્વના તણાવ અને વૈશ્વિક બજારની અસરો વચ્ચે, ઘરેલું અને વાયદા બજાર (MCX) બંનેમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ચાંદી તેના ઓલ-ટાઇમ હાઈ લેવલથી ખૂબ જ સસ્તી થઈ ગઈ છે, જ્યારે સોનાના ભાવમાં પણ પાછલા કેટલાક દિવસોમાં હજારો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

App Store

ચાંદીના ભાવમાં મોટો ક્રેશ 

વાયદા બજાર (MCX) પર 3 જુલાઈની એક્સપાયરી વાળી ચાંદીના ભાવમાં ગત સપ્તાહના અંતે નજીવો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ એકંદરે આખું અઠવાડિયું તે ઘટાડા તરફ જ રહ્યું હતું.

સાપ્તાહિક ઘટાડો: 5 જૂનના રોજ MCX પર ચાંદીનો ભાવ રૂ. 2,48,537 પર ક્લોઝ થયો હતો, જે શુક્રવારે ઘટીને રૂ. 2,46,604 પર બંધ આવ્યો હતો. એટલે કે પ્રતિ કિલોએ 1933 નો ઘટાડો થયો છે.

10 દિવસમાં રૂ.20,000 થી વધુનો કડાકો: જૂન મહિનાની શરૂઆતથી જ ચાંદી સતત તૂટી રહી છે. મે મહિનાના અંતિમ ટ્રેડિંગ દિવસે ચાંદીનો ભાવ રૂ. 2,66,998 પ્રતિ કિલો હતો, જે વર્તમાન ભાવની તુલનાએ માત્ર 10 દિવસમાં જ રૂ. 20,394 જેટલો ઘટી ગયો છે.

લાઇફ ટાઇમ હાઈથી ભારે ડિસ્કાઉન્ટ: જાન્યુઆરી મહિનામાં ચાંદીએ પહેલીવાર રૂ. 4,00,000 નો આંકડો પાર કરીને રૂ. 4,57,328 નો રેકોર્ડ હાઈ સ્તર બનાવ્યો હતો. આ ઐતિહાસિક સ્તરથી ચાંદી હાલમાં રૂ. 2,10,724 પ્રતિ કિલો જેટલી સસ્તી મળી રહી છે.

સોનાના ભાવ પણ આસમાનેથી જમીન પર આવ્યા 

ચાંદીની સરખામણીએ પાછલા અઠવાડિયે સોનાના ભાવમાં બહુ મોટી નબળાઈ જોવા મળી છે. MCX પર 5 ઓગસ્ટની એક્સપાયરી વાળું 24 કેરેટ સોનુ (10 Gram) પાછલા 5 દિવસમાં ભારે તૂટ્યું છે.

5 દિવસમાં રૂ. 4900 નો ઘટાડો: 5 જૂન ના રોજ સોનાનો વાયદો રૂ. 1,55,594 પર હતો, જે શુક્રવારે બંધ થતાં સુધીમાં રૂ. 1,50,675 પર આવી ગયો હતો. આમ, 10 ગ્રામ સોનામાં રૂ. 4919 નો સીધો ઘટાડો થયો છે.

10 દિવસમાં રૂ. 10,000 નો સ્લિપેજ: 29 મેના રોજ સોનું રૂ. 1,60,911 પર બંધ થયું હતું, જે 12 જૂન સુધીમાં ઘટીને રૂ. 1,50,675 થઈ જતાં 10 જ દિવસમાં કિંમતી પીળી ધાતુ રૂ. 10,236 સસ્તી થઈ ગઈ છે.

ઓલ-ટાઇમ હાઈથી તુલના: સોનાએ પણ જાન્યુઆરી મહિનામાં રૂ. 2,04,375 પ્રતિ 10 ગ્રામનો તેનો ઓલ-ટાઇમ હાઈ સ્તર સ્પર્શ કર્યો હતો, જેની સરખામણીએ અત્યારે સોનું રૂ. 53,700 જેટલું સસ્તું થઈ ગયું છે.