મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

સોના-ચાંદીની કિંમતોમાં મોટા કડાકા બાદ ફરી તેજી, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold and Silver Price forecast before US Fed Meeting: અમેરિકન ફેડરલ રિઝ

સોના-ચાંદીની કિંમતોમાં મોટા કડાકા બાદ ફરી તેજી, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold and Silver Price forecast before US Fed Meeting: અમેરિકન ફેડરલ રિઝર્વની મહત્ત્વની બેઠક પૂર્વે મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર બંને કિંમતી ધાતુઓના ભાવમાં 1.31 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. સોનું 1,061 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ 1,56,797 રૂપિયાની સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે ચાંદીમાં 3,353 રૂપિયાનો વધારો થતા પ્રતિ કિલોનો ભાવ 2,59,885 રૂપિયા પર કારોબાર કરી રહી હતી. બજારમાં સોનું તેજી સાથે મર્યાદિત દાયરામાં વ્યવહાર કરી રહ્યું છે, જે રોકાણકારોની સાવચેતી દર્શાવે છે.

ફેડરલ રિઝર્વના ફેંસલા પહેલા સોના-ચાંદીના ભાવમાં તેજી

સોના-ચાંદીમાં આ ઉછાળો અમેરિકન ફેડની વ્યાજ દરો અંગેની બે દિવસીય બેઠક પહેલા જોવા મળી રહ્યો છે, જે 17 માર્ચથી શરૂ થઈ રહી છે. આ બેઠકના નિર્ણયોની જાહેરાત 18 માર્ચે કરવામાં આવશે. હાલમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે છેલ્લા એક મહિનામાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં 50 ટકાથી વધુનો તોતિંગ વધારો થયો છે. આ ભૌગોલિક-રાજકીય તણાવ અને મોંઘવારીના સંકટને કારણે આ વખતની ફેડની બેઠક વૈશ્વિક બજાર માટે અત્યંત મહત્ત્વની બની ગઈ છે.

અમેરિકન ફેડના વ્યાજ દરો અંગેના નિર્ણય પર બજારની નજર

રોકાણકારો હાલમાં ખૂબ જ સતર્ક છે કારણ કે વ્યાજ દરોમાં ફેરફાર સોનાની કિંમત પર સીધી અસર કરે છે. અગાઉ સોનામાં આવેલી તેજીનું મુખ્ય કારણ વ્યાજ દરોમાં થયેલો ઘટાડો હતો, પરંતુ જો ફેડ આ વખતે દરો સ્થિર રાખે અથવા ક્રૂડ ઓઇલને કારણે વધતી મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરે, તો તે સોના અને ચાંદી માટે નકારાત્મક સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે મોટા રોકાણકારો ફેડના સત્તાવાર એલાન પહેલા બજારની ચાલ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.

આ સમાચાર શેર કરો