Video: તહેવારોની ખરીદી વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો

સોર્સ: gstv

તહેવારોની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા ઉછાળા અને સ્થાનિક બજારમાં વધતી માંગને પગલે MCX પર બંને કિંમતી ધાતુઓના વાયદા ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા છે. 4 ડિસેમ્બર 2026ના સોનાના વાયદામાં રાત્રે સાડા દસ વાગ્યે ભાવ 1 લાખ 43 હજાર 209 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો, બીજી તરફ ચાંદીનો વાયદા ભાવ 1 લાખ 87 હજાર 150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો હતો અને દિવસ દરમિયાન 1 લાખ 87 હજાર 665 રૂપિયાની સપાટી સ્પર્શી હતી. દિલ્હીના હાજર બજારમાં પણ સોનાનો ભાવ 4,800 રૂપિયા વધીને 1 લાખ 46 હજાર 600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીમાં 9 હજાર રૂપિયાનો ઉછાળો નોંધાતાં ભાવ 1.93 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત