મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

અનિલ અંબાણી પર મોટી કાર્યવાહી,EDએ 3000 કરોડ કરતા વધુની સંપત્તિ એટેચ કરી

EDએ આ એક્શન PMLA હેઠળ લીધુ છે. તપાસ એજન્સીએ 31 ઓક્ટોબર 2025એ જાહેર કરેલા આદેશમાં PMLAના સેક્શન 5 (1)નો ઉલ્લે

અનિલ અંબાણી પર મોટી કાર્યવાહી,EDએ 3000 કરોડ કરતા વધુની સંપત્તિ એટેચ કરી

EDએ આ એક્શન PMLA હેઠળ લીધુ છે. તપાસ એજન્સીએ 31 ઓક્ટોબર 2025એ જાહેર કરેલા આદેશમાં PMLAના સેક્શન 5 (1)નો ઉલ્લેખ કર્યો છે. ગાઝિયાબાદ, દિલ્હી, નોઇડા, મુંબઇ,પૂણે, હૈદરાબાદ,ચેન્નાઇ,કાંચીપુરમ અને ઇર્સ્ટ ગોદાવરીમાં અનિલ અંબાણીની સંપત્તિ એટેચ કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે EDએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની 40થી વધારે સંપત્તિને ફ્રીઝ કરી છે જેની કિંમત 3084 કરોડ રૂપિયા છે.

શું છે ઘટના?

આ સમગ્ર ઘટના 2017થી 2019 વચ્ચેની છે. યસ બેન્કે આ દરમિયાન રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડમાં 2965 કરોડ રૂપિયા અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડમાં 2045 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આરોપ છે કે રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડે જે ફંડ ભેગુ કર્યું તેનો ખોટો ઉપયોગ કર્યો છે. રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ પર 1353.50 કરોડ રૂપિયા અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડનો 1984 કરોડ રૂપિયા હજુ પણ બાકી છે.

EDએ પોતાની તપાસમાં અનિલ અંબાણી ગ્રુપની કંપનીમાં રિલાયન્સ નિપ્પન ફંડ દ્વારા પ્રત્યક્ષ રોકાણની અનુમતિ નહતી જેમાં મ્યુચ્યુઅલ ફંડના હિતોના ટકરાવની વાત સામે આવતી હતી જેને કારણે પરવાનગી મળી નહતી. આ પ્રતિબંધથી બચવા માટે મ્યુચ્યુઅલ ફંડથી ભેગા થયેલા લોકોના પૈસાને કથિત રીતે યસ બેન્ક દ્વારા અનિલ અંબાણીની કંપનીઓ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું કે યસ બેન્ક દ્વારા રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડને લોન દ્વારા પૈસા મળ્યા હતા. બાદમાં આ બન્ને કંપનીઓએ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ સાથે જોડાયેલી સંસ્થાઓને લોન આપી હતી.

EDનો શું છે આરોપ

EDનું કહેવું છે કે જરૂરી તપાસ અને વ્યક્તિગત મીટિંગને નજરઅંદાજ કરતા આ ફંડ જાહેર કરવામાં આવ્યા છે. કેટલીક ઘટનામાં એપ્લીકેશન, અપ્રૂવલ અને એગ્રીમેન્ટ એક જ દિવસમાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. પૈસા લોન પાસ થયા પહેલા જ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો