મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

દિવાળી પર થયું ધૂમ વેચાણ: આ વર્ષે વેચાણમાં 25 ટકાનો વધારો, ચીની ઉત્પાદનોની માંગમાં ઘટાડો

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) દ્વારા એક દાવો કરવા

દિવાળી પર થયું ધૂમ વેચાણ: આ વર્ષે વેચાણમાં 25 ટકાનો વધારો, ચીની ઉત્પાદનોની માંગમાં ઘટાડો

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) દ્વારા એક દાવો કરવામાં આવ્યો છે. જે અનુસાર આ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન દેશભરમાં રૂ. 6 લાખ કરોડથી વધુનું વેચાણ નોંધાયું હતું. જેમાં રૂ. 5.40 લાખ કરોડનો માલસામાન વેચાયો હતો, જ્યારે રૂ. 65,000 કરોડની આવક સેવા ક્ષેત્રમાંથી થઈ હતી. આનો અર્થ એ થયો કે કુલ દિવાળી ટર્નઓવર રૂ. 6 લાખ કરોડને વટાવી ગયું છે. 

કેટના જણાવ્યા મુજબ તેની સંશોધન શાખા, કેટ  રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટીએ દેશભરના 60 મુખ્ય વિતરણ કેન્દ્રોનો સર્વે કર્યો હતો, જેમાં તમામ રાજ્ય રાજધાનીઓ અને ટાયર-2 અને ટાયર-3 શહેરોનો સમાવેશ થાય છે. આ સંશોધન અહેવાલ મુજબ, આ દિવાળીએ દેશભરમાં કુલ વેચાણ રૂ. 6.05 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું, જેમાં રૂ. 5.40 લાખ કરોડનો વેપાર અને રૂ. 65,000 કરોડનો સેવા વેપારનો સમાવેશ થાય છે. 

87% ગ્રાહકોએ વિદેશી વસ્તુઓ કરતાં ભારતીય બનાવટની વસ્તુઓને વધુ પસંદ કરી, એટલે કે 100 માંથી 87 લોકોએ ભારતીય વસ્તુઓ ખરીદી હતી, જેના કારણે ચીની વસ્તુઓની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો. વેપારીઓએ ગયા વર્ષની સરખામણીમાં ભારતીય બનાવટની વસ્તુઓના વેચાણમાં 25%નો વધારો નોંધાવ્યો હતો.

દિવાળી 2024 દરમિયાન કુલ વેચાણ રૂ. 4.25 લાખ કરોડ હતું. આ વર્ષે વેચાણ રૂ. 6.05 લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં 25 ટકાનો વધારો દર્શાવે છે. 

વેચાણમાં વધારો મુખ્યત્વે બિન-કોર્પોરેટ અને પરંપરાગત બજારો દ્વારા પ્રેરિત હતો, જેણે કુલ વેચાણમાં 85 ટકા ફાળો આપ્યો હતો.

આ વર્ષે, દિવાળી દરમિયાન સેવા ક્ષેત્રના વ્યવસાયોમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી, જેનું ટર્નઓવર રૂ. 65,000 કરોડ સુધી પહોંચ્યું હતું. પેકેજિંગ, હોસ્પિટાલિટી, ટેક્સી સેવાઓ, મુસાફરી, ઇવેન્ટ મેનેજમેન્ટ, ટેન્ટ અને સજાવટ, માનવશક્તિ અને ડિલિવરી જેવા ક્ષેત્રોમાં પણ અભૂતપૂર્વ પ્રવૃત્તિ જોવા મળી હતી, જેનાથી ઉત્સવના અર્થતંત્રનો વ્યાપ વધ્યો હતો.

દિવાળીના વેચાણમાં સેકટર દીઠ  હિસ્સો

કેટના અહેવાલ મુજબ, આ વર્ષે વેચાણમાં કરિયાણા અને એફએમસીજીનો હિસ્સો 12 ટકા હતો, ત્યારબાદ સોના અને ચાંદીનો હિસ્સો 10 ટકા, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેકિટ્રકલ્સનો હિસ્સો  8 ટકા, ગ્રાહક ટકાઉ વસ્તુઓનો હિસ્સો 7 ટકા, તૈયાર વસ્ત્રોનો હિસ્સો 7 ટકા, ભેટની વસ્તુઓનો હિસ્સો 7 ટકા, ગૃહ સજાવટનો હિસ્સો 5 ટકા, ફર્નિશિંગ અને ફર્નિચરનો હિસ્સો 5 ટકા, મીઠાઈઓ અને નાસ્તાનો હિસ્સો 5 ટકા, કપડાંનો હિસ્સો 4 ટકા, પૂજાપાની વસ્તુઓનો હિસ્સો 3 ટકા, ફળો અને ડ્રાયફ્ટનો હિસ્સો 3 ટકા, બેકરી અને કન્ફેક્શનરીનો હિસ્સો 3 ટકા, ફૂટવેરનો હિસ્સો 2 ટકા અને અન્ય વિવિધ વસ્તુઓનો હિસ્સો 19 ટકા રહ્યો હતો.

આ સમાચાર શેર કરો