મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Budget 2024: બજેટમાં દેશને મળ્યા આટલા એક્સપ્રેસ વે, નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી દીધી જાહેરાત

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ નાણામંત્રી નિર્મલા સીતા

Budget 2024: બજેટમાં દેશને મળ્યા આટલા એક્સપ્રેસ વે, નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી દીધી જાહેરાત

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યાં છે. બજેટમાં 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે દેશમાં રોડ રસ્તા અને એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત કરવામા આવી છે. આ બજેટમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, કારણ કે નાણામંત્રીએ ઘણા એક્સપ્રેસ વે અને હાઈવે બનાવવાની જાહેરાત કરી છે.

નાણામંત્રીએ જાહેરાત કરી, "અમે અમૃતસર-કોલકાતા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પર બિહારના ગયામાં ઔદ્યોગિક મંજૂરીના વિકાસને ટેકો આપીશું. જેથી દેશના પૂર્વીય વિસ્તારના વિકાસને વેગ મળશે. અમે 26,000 કરોડના રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ પણ લાવીશું. આ અંતર્ગત બક્સરમાં પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે, બોધગયા-રાજગીર-દરભંગા એક્સપ્રેસ વે પણ બનાવવામાં આવશે.

બિહારમાં 3 એક્સપ્રેસ વેની જાહેરાત

- બોધગયા-વૈશાલી એક્સપ્રેસ વે બનાવવામાં આવશે
- પટના-પૂર્ણિયા એક્સપ્રેસ વેનું નિર્માણ
- બક્સરમાં ગંગા નદી પર બે લેનનો પુલ
- બિહારમાં એક્સપ્રેસ વે માટે 26 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ

બજેટમાં બિહાર અને આંધ્ર માટે વિશેષ જોગવાઈ

બિહારમાં રોડ પ્રોજેક્ટ માટે 26 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બિહારમાં 21 હજાર કરોડ રૂપિયાના પાવર પ્લાન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય બિહારને આર્થિક મદદ મળશે. આંધ્રપ્રદેશને લગભગ 15 હજાર કરોડ રૂપિયાનું પેકેજ મળશે.

આ સમાચાર શેર કરો