મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

હોમ લોન ટ્રાન્સફર કરવા માંગો છો? નિર્ણય લેતા પહેલા આ બાબતો પર કરો વિચાર

જો તમે હોમ લોન લીધી છે અને ઊંચા વ્યાજ દરો સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો તમે તમારી હોમ લોન અન્ય બેંકમ

હોમ લોન ટ્રાન્સફર કરવા માંગો છો? નિર્ણય લેતા પહેલા આ બાબતો પર કરો વિચાર

જો તમે હોમ લોન લીધી છે અને ઊંચા વ્યાજ દરો સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો તમે તમારી હોમ લોન અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવાનું વિચારી શકો છો. આ તમને વ્યાજ દર ઘટાડવામાં મદદ કરી શકે છે. બેલેન્સ ટ્રાન્સફરમાં વધુ સારા વ્યાજ દરો અને વધારાના લાભો મેળવવા માટે એક નાણાકીય સંસ્થામાંથી બીજીમાં હોમ લોન ટ્રાન્સફર કરવાનો સમાવેશ થાય છે. વધતા ખર્ચ અથવા ફુગાવાના સમયે લોન લેનારાઓ આ સુવિધા અપનાવે છે. જો કે, તમારે તમારી હોમ લોન ટ્રાન્સફર કરતા પહેલા ચોક્કસ હોમવર્ક કરવાની જરૂર છે.

ઓછા વ્યાજ દર માટે વાતચીત કરો

હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર પર કોઈપણ નિર્ણય લેતા પહેલા, તમારી વર્તમાન બેંક અથવા નાણાકીય સંસ્થા સાથે ઓછા વ્યાજ દર માટે વાચચીત કરવાનો પ્રયાસ કરો. જો તમે બેંક સાથે સારો સંબંધ જાળવી રાખ્યો હોય, તો તેઓ તમારી ક્રેડિટ હિસ્ટ્રી અને રીપેમેન્ટ ક્ષમતાને ધ્યાનમાં રાખીને મદદ કરી શકે છે.

ક્રેડિટ/સિબિલ સ્કોર તપાસો

હોમ લોન ટ્રાન્સફર માટે અરજી કરતા પહેલા તમારો ક્રેડિટ સ્કોર ચેક કરો. આ સ્કોર્સ તમારી ટ્રાન્સફર એપ્લિકેશન માટે એક મહત્ત્વપૂર્ણ બાબત છે. લો ક્રેડિટ સ્કોર તમારી ટ્રાન્સફર એપ્લિકેશનને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે, તે દર્શાવી શકે છે કે તમે ટ્રાન્સફર માટે લાયકાત નથી ધરાવતા.

ચાર્જીસ ચેક કરો

નાણાકીય સંસ્થા પાસેથી લોન લેવાનો વિચાર કરતી વખતે, તેમાં સામેલ વધારાના ચાર્જ વિશે જાગૃત રહેવું મહત્ત્વપૂર્ણ છે. જો તમે તમારી હોમ લોનનેટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે પ્રોસેસિંગ ફી, એપ્લિકેશન ચાર્જ, એડમિનિસ્ટ્રેશન ફી, રીવ્યુ ફી અને વિવિધ ચાર્જનો ચૂકવવા પડી શકે છે. આ તમારી વર્તમાન બેંક અને નવી બેંક બંનેને લાગુ પડે છે.

નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો

હોમ લોન માટે અરજી કરતી વખતે, મોટાભાગના લોકો હોમ લોનના નિયમો અને શરતોની અવગણના કરે છે. પરંતુ તમારે આમ ન કરવું જોઈએ કારણ કે આ વિભાગમાં બધી મહત્ત્વપૂર્ણ માહિતી શામેલ છે જેને કાળજીપૂર્વક વાંચવી જરૂરી છે. જો તમે આમ નથી કરતા તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે.

એક વાત નોંધનીય છે કે, જો તમે લોનની મુદત પૂરી થવાની નજીક છો અથવા જો તમે ભવિષ્યમાં પ્રોપર્ટી વેચવાની યોજના ઘડી રહ્યા હો, તો લોન ટ્રાન્સફર કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

આ સમાચાર શેર કરો