મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

2025ના અંતિમ લગ્નસરામાં કારોબાર 10% વધીને આંબશે એક નવો આંકડો 

ભારતમાં અનેક દિવસોના અંતરાળ બાદ હવે ફરી લગ્ન સિઝન શરૂ થવા જઈ રહી છે. કાર

2025ના અંતિમ લગ્નસરામાં કારોબાર 10% વધીને આંબશે એક નવો આંકડો 

ભારતમાં અનેક દિવસોના અંતરાળ બાદ હવે ફરી લગ્ન સિઝન શરૂ થવા જઈ રહી છે. કાર્તિક માસની દેવઉઠી એકાદશી અને નવા કેલેન્ડર મહિનાની શરૂઆતથી જ નવા હિન્દુ વર્ષની લગ્ન સિઝનની શરૂઆત થઈ રહી છે.

અગાઉની સીઝન કરતાં 10%વધુ અંદાજિત કુલ રકમ 

નવરાત્રીમાં GSTમાં સરકારની રાહત બાદ બજારોમાં ભારે ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. દિવાળી પણ ભારતીય વેપારીવર્ગ માટે સારી રહી હોવાના આંકડા બહાર આવી રહ્યાં છે.

જોકે આ તેજીનો માહોલ આગામી લગ્નસરાની સિઝનમાં પણ ચાલુ રહેવાનો અંદાજ વેપારી એસોશિયેશને મુક્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના (CAIT) અહેવાલ મુજબ ભારતીય લગ્નસરાની મોસમમાં રૂ. 6.5 લાખ કરોડનો ધંધો થવાનો અંદાજ છે.

આ અંદાજિત કુલ રકમ અગાઉની તુલનાત્મક સિઝન કરતાં 10% વધુ છે, જેમાં 48 લાખ લગ્નો અને રૂ. 5.90 લાખ કરોડનો લગ્નો પાછળ ખર્ચ થયો હતો.

આ વર્ષે 46 લાખ લગ્નોનો અંદાજ

ઉદ્યોગ સંગઠને અહેવાલ આપ્યો છે કે 2025ની આ છેલ્લી સિઝનના 45 દિવસમાં સમગ્ર ભારતમાં 46 લાખ લગ્નોનો અંદાજ છે. એકમાત્ર દિલ્હીમાં જ આ સિઝન દરમિયાન 4.8 લાખ લગ્નો થવાની સંભાવના છે અને તેમાં રૂ. 1.8 લાખ કરોડનો ધંધો થવાની ધારણા છે. 

SGSTએ આ અભ્યાસ 15 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર, 2025 દરમિયાન 75 મુખ્ય શહેરોમાં હાથ ધરવામાં આવ્યો હતો. 

2023માં 38 લાખ લગ્નો થયા હતા અને રૂ. 4.74 લાખ કરોડનો બિઝનેસ થયો હતો. જ્યારે, 2022માં 32 લાખ લગ્નો થયા હતા જેમાં કુલ રૂ. 3.75 લાખ કરોડનો ખર્ચ થયો હતો.

આ સમાચાર શેર કરો