શેરબજારમાં રોકાણ કરો છો?, જાણો આવતા અઠવાડિયામાં કેવું રહેશે માર્કેટ
ડો. હેમિલ લાઠિયા- જ્યોતિષાચાર્યBusiness Astro: આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને

ડો. હેમિલ લાઠિયા- જ્યોતિષાચાર્ય
Business Astro: આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 29 જુલાઈ સોમવારથી 2 ઓગસ્ટ શુક્રવાર સુધી શેરબજાર કેવું રહેશે તેની કેટલીક માહિતી આ મુજબ છે :
સોમવાર, તા. 29-7-2024, ભરણી નક્ષત્ર, મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, કેમિકલ્સ, ફૂડ, ડેરી, એન્ટરટેઇનમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચણા, કપાસ, જવ, તલ, મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.
મંગળવાર, તા. 30-7- 2024, કૃતિકા નક્ષત્ર, વૃષભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ગવર્નમેન્ટ, પીએસયુ, એગ્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર,કોપર, ઝીંક અને નિકલ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં મગફળી, મરચાં, તલ, સોયાબીન પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા. 31-7-2024, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક રહેવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, કોમ્પ્યુટર, આઇટી, પાવર અને ગેસ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં માન્થા, ધાણા, જીરા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરૂવાર, તા. 1-8-2024, મૃગશીરા નક્ષત્ર, મિથુન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, ફાર્મા, ગવર્નમેન્ટ, એજ્યુકેશન, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. કોમોડિટીમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં હળદર, સોયાબીન, સરસવ, મકાઇ પ્રભાવિત થવાની શક્યતા છે.
શુક્રવાર, તા. 2-8-2024, આદ્રા નક્ષત્ર, મિથુન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, એગ્રો, ફોટોગ્રાફી, કેમિકલ્સ, એન્ટરટેઇનમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં કપાસ, ધાણા, એરંડા, જવ, પ્રભાવિત થવાની ધારણા છે.








