Budget 2025: શરૂઆતમાં તેજી બાદ બજારમાં કડાકો, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઘટાડો
બજેટની જાહેરાત પહેલા શરૂઆતના વેપારમાં બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમા

બજેટની જાહેરાત પહેલા શરૂઆતના વેપારમાં બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો જોવા મળ્યો હતો. BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 136.44 પોઈન્ટ વધીને 77,637.01 ના સ્તર પર બંધ થયા છે.
ટાઈટન, કોટક મહિન્દ્રા બેંક, નેસ્લે, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરોમાં ઘટાડો
જ્યારે NSE નિફ્ટી 20.2 પોઈન્ટ વધીને 23,528.60 પોઈન્ટ પર પહોંચ્યો હતો. 30-શેર બ્લુ-ચિપ પેકમાં, ITC હોટેલ્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને NTPC ટોચના ગેનર હતા. ટાઈટન, કોટક મહિન્દ્રા બેંક, નેસ્લે, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક અને આઈસીઆઈસીઆઈ બેંક પાછળ રહ્યા હતા.
બજેટમાં કરાયેલી જાહેરાતોની અસર શેરબજાર પર પડે છે. બજેટમાંથી એક મોટી અપેક્ષા એ છે કે મધ્યમ વર્ગને રાહત આપવા અને વપરાશ વધારવા માટે વ્યક્તિગત આવકવેરામાં ઘટાડો કરવામાં આવશે, જે વૃદ્ધિની ગતિમાં સુધારો કરશે. નાણાપ્રધાન ટેક્સમાં રાહત અંગે શું નિર્ણય લેશે તે તો થોડા સમયમાં જ ખબર પડશે.
બજેટ પર બજારની પ્રતિક્રિયા થોડા દિવસોથી વધુ નહીં રહે
જોકે નિષ્ણાતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે હાલમાં કોઈ મોટી રાહતની અપેક્ષા નથી. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર વી.કે. વિજયકુમારે જણાવ્યું હતું કે, "બજાર કેપિટલ ગેઇન્સ ટેક્સમાં ફેરફાર જેવા રાહતનાં પગલાં નહીં પણ વૃદ્ધિને વેગ આપતાં પગલાં શોધશે." તેમણે કહ્યું કે બજેટ પર બજારની પ્રતિક્રિયા થોડા દિવસોથી વધુ નહીં રહે. વૃદ્ધિ અને કમાણીના વલણમાં સુધારો મધ્યમથી લાંબા ગાળામાં બજારની દિશા નક્કી કરશે.






