Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Boom current in India's industrial production even amid the war in the Middle East!

મધ્યપૂર્વમાં યુદ્ધની વચ્ચે પણ ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં તેજીનો કરંટ!

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
મધ્યપૂર્વમાં યુદ્ધની વચ્ચે પણ ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં તેજીનો કરંટ!
સોર્સ : GSTV

ખાડીયુદ્ધના કારણે મુશ્કેલીનો સામનો કરનારું ભારતીય અર્થતંત્ર મેમાં વિપરીત સ્થિતિ વચ્ચે પણ ધમધમતુ રહ્યું છે. ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૫.૧ ટકાનો વધારો નોંધાવ્યો છે. ભારતનુ ઔદ્યોગિક ઉત્પાદન આ વર્ષે મેમાં મધ્યપૂર્વમાં થયેલા યુદ્ધ વચ્ચે પણ ૧૨૨.૭ ટકા પર પહોચી ગયુ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧૧૬.૭ પર હતું.

App Store

ભારતના આઇઆઇપીની આ ઝડપને જાળવી રાખવામાં મેન્યુફેક્ચરિંગ, વીજળી અને ગેસ ક્ષેત્રનો મોટો હાથ રહ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં સૌથી વધુ હિસ્સેદારી ધરાવતા ઉત્પાદન ક્ષેત્રએ મે મહિનામાં ૫.૫ ટકાની મજબૂતાઈ દર્શાવી છે. વીજળી અને ગેસ સપ્લાય ક્ષેત્રમાં ૯.૯ ટકાની શાનદાર તેજી નોંધાઈ છે. આ ઉપરાંત પાણી પુરવઠો, ગટર અને વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટર પણ ૫.૫ ટકાની વૃદ્ધિ સાથે આગળ વધ્યું હતું. જો કે આ દરમિયાન માઇનિંગ અને ક્વેરીઇંગ સેક્ટર થોડું સુસ્ત રહ્યું હતું. તેમા ૧.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જો મેન્યુફેક્ચરિંગ સેક્ટરના આંકડાનું વિશ્લેષણ કરીએ તો ઉદ્યોગના કુલ ૨૩ સમૂહમાંથી ૧૬માં પોઝિટિવ વૃદ્ધિ જોવા મળી હતી. સૌથી વધુ ફાયદો વીજ ઉપકરણ ક્ષેત્રને થયો હતો. તેમા ૨૦.૮ ટકા વૃદ્ધિ જોવા મળી હતી. આ ઉપરાંત કાર, ટ્રેલરો અને સેમી ટ્રેલરોના સેગમેન્ટમાં ૧૪.૫ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે બેઝિક મેટલ્સમાં ૪.૬ ટકાનો ઉછાળો આવ્યો હતો.

આ ઉપરાંત કેપિટલ ગૂડ્સમાં ૧૨.૯ ટકાની વૃદ્ધિ રહી હતી. જ્યારે કન્ઝ્યુમર ડયુરેબલ્સમાં ૭.૨ ટકા અને ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ કન્સ્ટ્રકશન ગૂડ્સમાં ૫.૯ ટકા, ઇન્ટરમીડિએટ ગૂડ્સમાં ૫.૮ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. તેની સાથે પ્રાઇમરી ગૂડ્સમાં ૨.૬ ટકા અને કન્ઝ્યુમર નોન-ડયુરેબલ્સમાં ૩.૬ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

આ વખતે મંત્રાલયે ગણતરીની પદ્ધતિમાં પણ ફેરફાર કર્યો છે. આધાર વર્ષ તરીકે ૨૦૨૨-૨૩નો ઉપયોગ કરતી નવી આઇઆઇપી સીરિઝ માટે જથ્થાબંધ મૂલ્ય સૂચકાંકના બદલે આઉટપુટ પ્રોડયુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ (આઉટપુટ પીપીઆઈ)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફેરફાર આઇઆઇપી બાસ્કેટના કુલ ૪૬૩ ચીજવસ્તુમાંથી ૨૩૪ પર અમલી બન્યો છે, જે ઇન્ડેક્સમાં ૩૬.૦૨ ટકા ભારાંક ધરાવે છે.