Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : "US missiles strike Iran targets, stoking Mideast war."

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની શરૂઆત: અમેરિકાનો ઈરાન પર પ્રચંડ મિસાઈલ હુમલો, બંદર અબ્બાસ સહિત અનેક શહેરો ધણધણ્યા

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની શરૂઆત: અમેરિકાનો ઈરાન પર પ્રચંડ મિસાઈલ હુમલો, બંદર અબ્બાસ સહિત અનેક શહેરો ધણધણ્યા
સોર્સ : gstv

US attacks Iran | પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં શાંતિના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે અને યુદ્ધના વાદળો ફરી એકવાર ઘેરા બન્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથની આકરી ચેતવણી બાદ, અમેરિકન સેનાએ ઈરાન સરહદની અંદર ઘૂસીને તેના અનેક વ્યૂહાત્મક અને મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર જોરદાર એર સ્ટ્રાઈક કરી છે. આ હુમલા બાદ ઈરાનના સિરીક, મીનાબ, કિશ દ્વીપ અને દરિયાકાંઠાના વિસ્તાર બંદર અબ્બાસ સહિતના અનેક વિસ્તારો શક્તિશાળી વિસ્ફોટોથી ધણધણી ઉઠ્યા છે.

App Store

યુએસ સેન્ટ્રલ કમાન્ડે કરી હુમલાની પુષ્ટિ

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ સૈન્ય કાર્યવાહીની સત્તાવાર પુષ્ટિ કરી છે. સેન્ટ્રકોમે જણાવ્યું છે કે કમાન્ડર-ઈન-ચીફ (પ્રમુખ) ના આદેશ પર ઈસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઈમ (EST) મુજબ સાંજે 5:15 વાગ્યે ઈરાનના આંતરિક વિસ્તારોમાં આ ઓપરેશન શરૂ કરાયું હતું. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ઈરાન દ્વારા સતત કરવામાં આવતી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ અને આક્રમકતાનો આ જડબાતોડ જવાબ છે.

ઈરાને એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી, વળતો પ્રહાર કરવાની આપી ધમકી:

ઈરાની સત્તાવાર સમાચાર સંસ્થાઓ 'મેહર' અને 'તસ્નીમ' ના અહેવાલો મુજબ, અમેરિકન મિસાઈલ હુમલાના તુરંત બાદ ઈરાનના ફાર્સ પ્રાંત અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં એન્ટી-એરક્રાફ્ટ ગન અને એર ડિફેન્સ સિસ્ટમને હાઈ એલર્ટ પર એક્ટિવ કરી દેવામાં આવી છે. ઈરાની સૈન્યના વરિષ્ઠ અધિકારીઓએ અમેરિકાને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો અમેરિકા આગળ કોઈ પગલું ભરશે તો તેના મિડલ ઈસ્ટમાં રહેલા નવા હિતો અને સૈન્ય મથકો સીધા ઈરાનની મિસાઈલોના રડાર પર આવી જશે.

"ધમકીના સાયે વાટાઘાટો શક્ય નથી"

સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ઈરાનના રાજદૂતે અમેરિકા સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બળપ્રયોગ કે ડરાવી-ધમકાવીને ઈરાન પાસે કોઈ સમજૂતી કરાવી શકાશે નહીં. ઈરાન ક્યારેય દબાણ વશ થઈને સરન્ડર કરશે નહીં.

અમેરિકન દૂતાવાસે જારી કરી એડવાઈઝરી:

સ્થિતિ વણસતી જોઈ બગદાદ (ઈરાક) સ્થિત અમેરિકન એમ્બેસીએ આસપાસના વિસ્તારોમાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને અત્યંત સાવધ રહેવા અને કડક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા તાકીદ કરી છે. પ્રમુખ ટ્રમ્પે ઈરાનને ચેતવતા કહ્યું હતું કે, "શાંતિ કરારમાં ઈરાને બહુ સમય બગાડ્યો છે અને હવે તેણે કિંમત ચૂકવવી પડશે." તેમણે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં અમેરિકન નૌકાદળની નાકાબંધીને લોખંડી દીવાલ ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2026માં શરૂ થયેલા યુદ્ધ બાદ એપ્રિલમાં પાકિસ્તાનની મધ્યસ્થતાથી યુદ્ધવિરામ થયો હતો, પરંતુ આ તાજા હુમલાએ સીઝફાયરના લીરેલીરા ઉડાડી દીધા છે અને વિશ્વ પર ફરી આર્થિક અને સૈન્ય કટોકટીનું જોખમ ઊભું થયું છે.