બ્લુપાઈન એનર્જીને ગુજરાતમાં સોલાર પ્રોજેક્ટ માટે મળી 418 કરોડ રૂપિયાની લોન
રિન્યુએબલ એનર્જી સર્વિસીસ કંપની બ્લુપાઈન એનર્જીએ ગુજરાતના સડલામાં તેના 120 મેગાવોટ

રિન્યુએબલ એનર્જી સર્વિસીસ કંપની બ્લુપાઈન એનર્જીએ ગુજરાતના સડલામાં તેના 120 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ માટે એચડીએફસી બેંક પાસેથી રૂ. 418 કરોડની લોન મેળવી છે.
કંપનીના નિવેદન અનુસાર, પ્રોજેક્ટ પૂરો થયા પછી, પ્લાન્ટમાંથી વાર્ષિક આશરે 3.23 લાખ મેગાવોટ (MWh) સૌર ઊર્જા ઉત્પન્ન થવાની અપેક્ષા છે. આ વાર્ષિક આશરે 2.96 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડને સરભર કરશે અને વાર્ષિક આશરે 2.7 લાખ ઘરોને વીજળી પૂરી પાડશે.
બ્લુપાઈન એનર્જીના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર સંજીવ ભાટિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગુજરાતના સડલા ખાતેના અમારા 120 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ માટે ધિરાણની જરૂરિયાતો પૂરી કરવી એ બ્લુપાઈન એનર્જી માટે નોંધપાત્ર સિદ્ધિ છે. એચડીએફસી બેંકની લોનથી આ શક્ય બન્યું છે.
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે કુલ રૂ. 418 કરોડની લોન મંજૂર કરવામાં આવી છે, એમ નિવેદનમાં જણાવાયું છે.






