Astro Business: શેરબજારની અઠવાડિક આગાહી: 17થી 23 માર્ચ દરમિયાન કયા સેક્ટરમાં આવશે ઉછાળો? વાંચો વિગતવાર રિપોર્ટ

Astro Business: જાણીતા જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ લાઠિયાના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહ (17 માર્ચ થી 23 માર્ચ, 2026) દરમિયાન શેરબજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી શકે છે. ગ્રહો, નક્ષત્રો અને હોરાની ગણતરી મુજબ મોટાભાગના દિવસોમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે, પરંતુ ચોક્કસ સમયે સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે.
મંગવાર, તા. 17-03-2026, શતતારા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એન્જિનિયરિંગ, એગ્રો, લોજિસિટિક, ફાર્મા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચિલી, સરસવ, જવ, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે
બુધવાર, તા. 18-03-2026 પૂ.ફા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાઈનાન્સ, કન્સલ્ટન્સી, પાવર અને ગૅસ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર અને્ ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા મગ ધાણા, જીરા, મેન્થા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરુવાર, તા. 19-03-2026, પૂ.ફા. નક્ષત્ર, મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. આઈટી, ઓઈલ, મેનેજમેન્ટ, પી.એસ.યુ અને ગવર્નમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સોયાબીન, સરસવ અને પીપર પ્રભાવિત થવાની ધારણા છે.
શુક્રવાર, તા. 20-03-2026, રેવતી નક્ષત્ર, મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, બેન્ક આઇટી પાવર, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં કપાસ ,ચણા, તલ, મગફળી અને એરંડા પ્રભાવિત થવાની ધારણા છે.
સોમવાર, તા. 23-03- 2026, કૃતિકા નક્ષત્ર. વૃષભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પીએસયુ, ગવર્નમેન્ટ, એક્સપોર્ટ, શિપિંગ અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં જવ, તલ, મગફળી, કપાસ અને એરંડા પ્રભાવિત થવાની ધારણા છે.
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
Disclaimer: શેરબજારમાં "રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લો." અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું.

