મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ચાંદીના ભાવમાં મોટું ગાબડું, સોનાની કિંમત પણ ઘટી, શેરબજારમાં ભારે ઉથલ-પાથલથી રોકાણકારો મૂંઝવણમાં

ગુરુવારે સવારથી જ રોકાણકારો માટે મોટા સમાચાર સામ

ચાંદીના ભાવમાં મોટું ગાબડું, સોનાની કિંમત પણ ઘટી, શેરબજારમાં ભારે ઉથલ-પાથલથી રોકાણકારો મૂંઝવણમાં

ગુરુવારે સવારથી જ રોકાણકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સતત વધી રહેલા સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે, તો બીજી તરફ શેરબજારમાં પણ ભારે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે.

ચાંદીના ભાવમાં મોટું ગાબડું

કોમોડિટી માર્કેટમાં ગુરુવારે ચાંદીના ભાવમાં તેજીને બ્રેક લાગી છે. MCX પર ચાંદી તેના પાછલા બંધ ભાવ 2,78,364ની સરખામણીએ સીધી ઘટીને 2,72,560 પર ખૂલી હતી. આમ, 1 કિલો ચાંદીના ભાવમાં એકઝાટકે 5,804નો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે, 29 જાન્યુઆરીના ઓલ-ટાઈમ હાઈ લેવલ 4,20,048થી સરખામણી કરીએ તો ચાંદી અત્યારે અંદાજે 1,47,488 જેટલી સસ્તી મળી રહી છે.

સોનું પણ 'ધડામ'

ચાંદીની પાછળ સોનાના ભાવમાં પણ નરમી જોવા મળી છે. MCX પર 2 એપ્રિલની એક્સપાયરીવાળું સોનું બુધવારે 1,61,145 પર બંધ થયું હતું, જે આજે ઘટીને 1,60,516 પર ઓપન થયું હતું. એટલે કે પ્રતિ 10 ગ્રામ સોનામાં 629નો ઘટાડો થયો છે. સોનું પણ તેના હાઈ લેવલ 1,93,096થી અત્યાર સુધીમાં 32,580 જેટલું તૂટી ચૂક્યું છે.

શેરબજારમાં 'કન્ફ્યુઝન' જેવી ચાલ

સોના-ચાંદીમાં ઘટાડા વચ્ચે શેરબજારની ચાલ આજે રોકાણકારોને મૂંઝવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ તરત જ રેડ ઝોનમાં આવી ગયા હતા.

BSE Sensex: પાછલા બંધ 82,276ની સામે 82,418 પર ખૂલ્યો, પણ મિનિટોમાં ઘટીને 82,244 પર આવી ગયો. થોડી વારમાં ફરી 200 પોઈન્ટ ઉછળ્યો હતો.

NSE Nifty: પાછલા બંધ 25,482 સામે 25,556 પર ખૂલ્યા બાદ ઘટીને 25,487 સુધી પહોંચ્યો હતો. સમાચાર લખાયા સુધી નિફ્ટી 50 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.

આ સમાચાર શેર કરો