મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Bharti Airtel / એરટેલને ઝટકો, ચોથા ત્રિમાસિક ગાળામાં નફો 31 ટકા ઘટીને 2072 કરોડ થયો

Bharti Airtel Q4 Results: ભારતી એરટેલે મંગળવારે નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળ

Bharti Airtel / એરટેલને ઝટકો, ચોથા ત્રિમાસિક ગાળામાં નફો 31 ટકા ઘટીને 2072 કરોડ થયો

Bharti Airtel Q4 Results: ભારતી એરટેલે મંગળવારે નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળા જાન્યુ-માર્ચના પરિણામો જાહેર કર્યા. કંપનીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં તેનો નફો વાર્ષિક ધોરણે 31 ટકા ઘટીને રૂ. 2,072 કરોડ થયો છે.

ટેલિકોમ કંપની ભારતી એરટેલે નાણાકીય વર્ષ 2022-23ના માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3,005.6 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. માર્ચ ક્વાર્ટર દરમિયાન કામગીરીમાંથી કંપનીની એકીકૃત આવક 4.4 ટકા વધીને રૂ. 37,599.1 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ રૂ.36,009 કરોડ હતી.

ભારતી એરટેલના મેનેજિંગ ડિરેક્ટર ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે, “નાઈજીરીયન નાયરાના અવમૂલ્યનને કારણે એકીકૃત કામગીરીને મુખ્યત્વે અસર થઈ છે. અમે 78 લાખ સ્માર્ટફોન ગ્રાહકો ઉમેર્યા છે અને 209 રૂપિયાની સરેરાશ ગ્રાહક દીઠ કમાણી કરી છે.”

2023-24 માટે નફો 10.5% ઘટ્યો

આ સિવાય, ભારતી એરટેલનો નફો 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 10.5 ટકા ઘટીને રૂ.7,467 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2022-23માં તે 8,346 કરોડ રૂપિયા હતો.

નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કામગીરીમાંથી કંપનીની વાર્ષિક આવક 7.7 ટકા વધીને રૂ.1,49,982.4 કરોડ થઈ છે જે 2022-23માં રૂ. 1,39,144.8 કરોડ હતી.

એરટેલના બોર્ડે 2023-24 માટે રૂ.5ના ફેસ વેલ્યુ પર રૂ.8નું સંપૂર્ણ ચૂકવેલ ડિવિડન્ડ અને રૂ.5ના ફેસ વેલ્યુ પર રૂ.2નું અંતિમ ડિવિડન્ડ આપવાની પણ ભલામણ કરી છે.

આ સમાચાર શેર કરો