Astro Business: આગામી અઠવાડિયે શેરબજારમાં ગ્રહોની ચાલ કેવી રહેશે? જાણો ક્યારે આવશે તેજી અને ક્યારે મંદી!

Astro Business: જાણીતા જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ લાઠિયા દ્વારા આ ખાસ અહેવાલમાં આગામી અઠવાડિયા માટે શેરબજારનું સચોટ આકલન કરવામાં આવ્યું છે. જેમાં ગ્રહ-નક્ષત્રોની ચાલ અને ઉદિત લગ્નના આધારે કયા સેક્ટરમાં તેજી આવશે અને ક્યાં સાવધાની રાખવી, તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. રોકાણકારો માટે મહત્ત્વના એવા આ જ્યોતિષીય વિશ્લેષણમાં મેટલ, એગ્રી કોમોડિટી અને વિવિધ સ્ટોક્સ પર થનારી અસરોની ઊંડી સમજૂતી રજૂ કરી છે.
મંગળવાર, તા. 24-03-2026, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, એગ્રો, એફએમસીજી, ફૂડ અને શિપિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં એરંડા, તલ, મગફળી, જવ અને સરસવ પ્રભાવિત થવાની ધારણા છે
બુધવાર, તા. 25-03-2026 મૃગશિર્ષ નક્ષત્ર, મિથુન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, પાવર, ગેસ, લોજિસ્ટિક અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર અને્ ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા મગ ધાણા, જીરા, એલચી અને મેન્થાપ્રભાવિત થવાની ધારણા છે.
ગુરુવાર, તા. 26-03-2026, આદ્રા નક્ષત્ર, મિથુન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. આઇટી, ઓઇલ, મેનેજમેન્ટ, પી.એસ.યુ અને ગવર્નમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સોયાબીન, સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.
શુક્રવાર, તા. 27-03-2026, પુનર્વસુ નક્ષત્ર, મિથુન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. હોટેલ, એન્ટરટેઇનમેન્ટ, ફિલ્મ, કેમિકલ્સ, ફુડ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં કપાસ ,ચણા, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે.
સોમવાર, તા. 30-03- 2026, મઘા નક્ષત્ર. સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, એગ્રો, માઇન અને લોજિસ્ટિક, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં જવ, તલ, પીપર અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.
.
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
Disclaimer: શેરબજારમાં "રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લો." અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું

