Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : VIDEO: Shocking incident in Dahod: Body of young doctor missing for two days found, family in mourning, police rushing to the spot

VIDEO: દાહોદમાં હચમચાવનારી ઘટના: 2 દિવસથી ગુમ યુવાન ડૉકટરનો મૃતદેહ મળ્યો, પરિવારમાં શોક, પોલીસ દોડતી થઈ

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: દાહોદ જિલ્લામાં એક અત્યંત આઘાતજનક અને દુખદ ઘટના સામે આવી છે. છેલ્લા બે દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થયેલા 25 વર્ષીય યુવા તબીબ ડો. ભાર્ગવ ઉમેશભાઈ રોઝની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ આપઘાતનો મામલો હોવાનું જણાઈ રહ્યું છે.

App Store

જાણો આખો મામલો
મળતી માહિતી મુજબ, 25 વર્ષીય ડૉ. ભાર્ગવ રોઝ છેલ્લા બે દિવસથી લાપતા હતા, જેના કારણે પરિવારજનો ભારે ચિંતામાં હતા. આજે શહેરની કાળી તળાઈ નજીક આવેલા એક ગરનાળામાંથી તેમની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોનાં ટોળાં ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

આપઘાતની કરુણતા
સ્થળ પર પહોંચેલી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ડૉક્ટરે પોતાના હાથમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે કાપા મારીને જીવન ટૂંકાવ્યું હતું. યુવાન અને ભણેલા-ગણેલા ડૉક્ટરે કયા અગમ્ય કારણોસર આવું અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ સમાચાર વાયુવેગે પ્રસરતા તબીબી જગત અને સ્થાનિક સમાજમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

પોલીસ કાર્યવાહી
પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. ડો. ભાર્ગવના આપઘાત પાછળ કોઈ માનસિક તણાવ કે અન્ય કોઈ અંગત કારણ જવાબદાર છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. યુવા તબીબના નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.