Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Inflation hits! A can of singe oil crosses 3000 in Rajkot, along with singe oil, cottonseed and palm oil also became expensive

VIDEO: મોંઘવારીનો માર! રાજકોટમાં સિંગતેલનો ડબ્બો 3,000ને પાર, સિંગતેલની સાથે કપાસિયા અને પામોલીન તેલ પણ મોંઘા થયા, જાણો ક્યારે ઘટશે ભાવ

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સૌરાષ્ટ્રના તેલ બજારમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સિંગતેલના ડબ્બાનો ભાવ હવે રૂપિયા 3000ની સપાટીએ પહોંચી ગયો છે. મધ્યમ વર્ગના પરિવારો માટે રસોઈ બનાવવી હવે મોંઘી સાબિત થઈ રહી છે.

App Store

દિવાળી પછી સતત ભાવવધારો
બજારના આંકડાઓ મુજબ, દિવાળીના તહેવારથી અત્યાર સુધીમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં અંદાજે રૂપિયા 550નો જંગી વધારો નોંધાયો છે. માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ અન્ય ખાદ્યતેલો જેવા કે કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી છે.

શું કહે છે વેપારીઓ?
રાજકોટના જાણીતા તેલ વેપારી ભાવેશ પોપટના જણાવ્યા અનુસાર, ખાદ્યતેલ બજારમાં હજુ પણ તેજીનો ટ્રેન્ડ ચાલુ રહે તેવી શક્યતા છે. મગફળીની ઓછી આવક અને બજારમાં વધતી માંગને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી છે કે જ્યારે સરકારી મગફળીનું વેચાણ બજારમાં શરૂ થશે, ત્યાર બાદ જ ભાવમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. ત્યાં સુધી ગ્રાહકોએ મોંઘા ભાવે તેલ ખરીદવા મજબૂર બનવું પડશે.