સોનું ખરીદવાની રાહ જોઈ રહ્યા છો? આ ભવિષ્યવાણી જરૂર જાણી લો

આંતરરાષ્ટ્રીય અને ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં અત્યારે ભારે ભૂચાલ આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આ સપ્તાહે આશરે 9 ટકા જેટલું ગગડીને 14 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું છે. જો તમે પણ સોનામાં રોકાણ કરવા કે ખરીદી કરવા જઈ રહ્યા હોવ તો પ્રખ્યાત પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ' (Rich Dad Poor Dad) ના લેખક રોબર્ટ કિયોસાકીનો આ મહત્ત્વપૂર્ણ મેસેજ જાણવો ખૂબ જરૂરી છે. કિયોસાકીના મતે, આ ગભરાટના સમયમાં બજારના મોટા અને મજબૂત ખેલાડીઓ ખરીદી કરવા માટે હજુ યોગ્ય તકની તાકમાં બેઠા છે, એટલે કે સોનાના ભાવ હજુ વધુ ઘટી શકે છે.
રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પર શું કહ્યું?
રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર લખ્યું હતું કે, "ક્રેશ: સારો કે ખરાબ? સોનું, ચાંદી અને બિટકોઈન ઘટી રહ્યા છે. નબળી માનસિકતા ધરાવતા રોકાણકારો વેચી રહ્યા છે, જ્યારે મજબૂત રોકાણકારો ખરીદી માટે રાહ જોઈ રહ્યા છે." કિયોસાકીએ પોતે સ્પષ્ટ કર્યું કે તેઓ આ ભાવઘટાડાનો લાભ લઈને બિટકોઈન અને અન્ય મિલકતોમાં પોતાનું રોકાણ વધારવાની તક શોધી રહ્યા છે.
સોનાના ભાવમાં કડાકાનું કારણ શું?
સિંગાપોર સ્પોટ બજારમાં સોનું 2.3 ટકા ઘટીને 3543.19 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે, જે સપ્ટેમ્બર 2025 પછીનું સૌથી નીચલું સ્તર છે. ભારતીય વાયદા બજાર (MCX) પર પણ સોનું 3.94 ટકા ઘટીને 122430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 5.73 ટકા ઘટીને 148466 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
સોનામાં આ કડાકા પાછળના મુખ્ય કારણો
અમેરિકા-ઈરાન યુદ્ધ બાદ તેલ અને ગેસના વધતા ભાવથી મોંઘવારી વધી છે, જેના કારણે યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં કડક વલણ અપનાવ્યું છે.
ટેક અને એઆઈ (AI) શેરોમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા રોકાણકારો સોનું વેચીને રોકડ એકઠી કરી રહ્યા છે.
શું સોનું હજુ વધુ ઘટશે?
કિયોસાકીના સંકેત મુજબ, બજારમાં સોનાના ભાવ હજુ વધુ તળિયે જઈ શકે છે. તેમણે યુએસ ફેડરલ રિઝર્વ અને બેંકોની નીતિઓ સામે સવાલો ઉઠાવતા કહ્યું કે સરકારી ચલણ સમય જતાં સામાન્ય માણસની બચતની તાકાત ઘટાડી દે છે. આથી જ તેઓ નીચા ભાવે સોનું અને અન્ય એસેટ્સ ખરીદવાની સલાહ આપે છે.
શોર્ટ ટર્મ અનુમાન ખોટા, પરંતુ લોંગ ટર્મમાં મોટો ભરોસો
કિયોસાકીએ સ્વીકાર્યું હતું કે જૂન 2026માં સોનાના શોર્ટ-ટર્મ ચાલ અંગેનો તેમનો અંદાજ ખોટો સાબિત થયો હતો અને ગિરાવટ ચાલુ રહી હતી. પરંતુ લાંબા ગાળા માટે (Long-Term) તેમનો ભરોસો અકબંધ છે. તેમનું માનવું છે કે આગામી 5 વર્ષમાં સોનું 35000 ડોલર પ્રતિ ઔંસના ઐતિહાસિક સ્તરે પહોંચી શકે છે. તેથી નાના-મોટા ઉતાર-ચઢાવથી ડર્યા વગર ગિરાવટ વખતે ખરીદી કરવાનો તેમણે મંત્ર આપ્યો છે.









