અમીરોની લિસ્ટમાં ફેરફાર: હુઆંગથી આગળ અદાણી, મસ્કને $64.6 અબજનો ફટકો

અમીરોની લિસ્ટમાં ફેરફાર: હુઆંગથી આગળ અદાણી, મસ્કને $64.6 અબજનો ફટકો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વિશ્વના અબજોપતિઓની સંપત્તિમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ એનવીડિયા (Nvidia)ના સીઈઓ જેન્સન હુઆંગને પાછળ છોડી દીધા છે. અદાણી 121 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના 16મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. જ્યારે, હવે હુઆંગની સંપત્તિ 105 અબજ ડોલર રહી ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં તેઓ 18મા સ્થાને છે.

અંબાણી ટોપ ગેઇનર, મસ્ક ટોપ લૂઝર

સ્થાનિક શેરબજારમાં રિલાયન્સના શેરોમાં તેજીનો ફાયદો ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળ્યો અને શુક્રવારે તેઓ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના ટોપ ગેઇનર રહ્યા. અંબાણીની સંપત્તિમાં એક જ દિવસમાં 1.96 અબજ ડોલરનો વધારો થયો. આ સાથે તેમની કુલ નેટવર્થ વધીને 93.8 અબજ ડોલર થઈ ગઈ છે.

જાહેરાત

બ્લૂમબર્ગના આંકડા મુજબ, મુકેશ અંબાણીની સંપત્તિમાં એક જ દિવસમાં 2.1 ટકાનો વધારો થયો છે. 2 નવેમ્બર પછી તેમની સંપત્તિમાં એક દિવસનો આ સૌથી મોટો ડોલર વધારો છે. જોકે, વાર્ષિક ધોરણે તેમની સંપત્તિ હજુ પણ 13.3 ટકા નીચે છે.

બીજી તરફ, વિશ્વના સૌથી ધનિક લોકોમાં સામેલ એલોન મસ્કની સંપત્તિમાં ભારે ઘટાડો નોંધાયો છે. એક જ દિવસમાં તેમની નેટવર્થ 64.6 અબજ ડોલર ઘટી ગઈ. તેમની કુલ સંપત્તિ 809 અબજ ડોલર રહી ગઈ છે. એક જ દિવસમાં તેમની સંપત્તિ 7.4 ટકા ઓછી થઈ છે.

અદાણી વિશ્વમાં હવે 16મા નંબરે

ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 121 અબજ ડોલર આંકવામાં આવી છે. શુક્રવારે તેમની સંપત્તિમાં 1.47 અબજ ડોલરનો વધારો થયો. તેઓ વિશ્વના ધનિકોની યાદીમાં 16મા સ્થાને છે. તેમનાથી આગળ 127 અબજ ડોલરની સંપત્તિ સાથે બર્નાર્ડ આર્નોલ્ટ 15મા નંબરે છે. જ્યારે, બિલ ગેટ્સ 118 અબજ ડોલરની સંપત્તિ સાથે 17મા સ્થાને છે.

જેન્સન હુઆંગની સંપત્તિ 16.4 અબજ ડોલર ઘટી

એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગની સંપત્તિ 105 અબજ ડોલર રહી ગઈ છે. શુક્રવારે તેમની સંપત્તિમાં 16.4 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો. બ્લૂમબર્ગની યાદીમાં તેઓ 18મા સ્થાને છે. જ્યારે, ચીનના ઝાંગ યિમિંગ 105 અબજ ડોલરની સંપત્તિ સાથે 19મા અને ફ્રાન્સના ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ 102 અબજ ડોલર સાથે 20મા સ્થાને છે.

એક જ દિવસમાં 123.65 અબજ ડોલર સ્વાહા

વિશ્વના ટોપ-8 અબજોપતિઓની સંપત્તિ એક જ દિવસમાં અંદાજે 123.65 અબજ ડોલર સ્વાહા થઈ ગઈ. મસ્કથી લઈને વોરેન બફેટ સુધીની સંપત્તિમાં ભારે ઘટાડા પાછળ તેમની કંપનીઓના શેરમાં આવેલો મોટો ઘટાડો જવાબદાર છે.

શુક્રવારે કોની કેટલી સંપત્તિ ઘટી

ઇલોન મસ્ક: 64.6 અબજ ડોલર

જેફ બેઝોસ: 9.15 અબજ ડોલર

લેરી પેજ: 5.84 અબજ ડોલર

સર્ગેઈ બ્રિન: 5.42 અબજ ડોલર

માર્ક ઝુકરબર્ગ: 12.1 અબજ ડોલર

માઈકલ ડેલ: 16.3 અબજ ડોલર

સ્ટીવ બાલ્મર: 4.34 અબજ ડોલર

વોરેન બફેટ: 5.9 અબજ ડોલર

આ સમાચાર શેર કરો

જાહેરાત