Budget 2024: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત, આ રીતે મળશે 300 યૂનિટ ફ્રી વીજળીનો ફાયદો
નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોલર ઊર્જા આધારિત એક ખાસ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી છે. ના

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોલર ઊર્જા આધારિત એક ખાસ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી છે. નાણા મંત્રીએ મફત સૌર વીજળી યોજનાને લઇને કહ્યું કે વડાપ્રધાન સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેના હેઠળ છતો પર સૌર પેનલ લગાવવામાં આવશે જેનાથી 1 કરોડ પરિવારોને દર મહિને 300 યૂનિટ સુધી મફત વીજળી મળી શકશે.
મફત સૌર વીજળી યોજના અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, "પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી છે, જે હેઠળ છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે, જેના કારણે 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી વીજળી મેળવી શકશે."
- સરકાર ઊર્જા સુરક્ષા અને બદલાવ માટે એક નીતિગત દસ્તાવેજ લઇને આવશે.
- પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને સારી પ્રતિક્રિયા, 1.8 કરોડ લોકોએ તેના માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.






