મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

વિદેશમાં નહીં આ જગ્યાએ લેશે 7 ફેરા અનંત-રાધિકા, લગ્ન સાથે જોડાયેલા વિગતો આવી સામે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્નની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વિદેશમાં નહીં આ જગ્યાએ લેશે 7 ફેરા અનંત-રાધિકા, લગ્ન સાથે જોડાયેલા વિગતો આવી સામે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્નની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસ સુધી ચાલેલા અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ બાદ હવે તેમના લગ્ન 12મી જુલાઈના રોજ થવા જઈ રહ્યા છે. પરિવારમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે લગ્નના સ્થળને લઈને અલગ-અલગ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. હવે સમાચાર છે કે, અનંત અંબાણીના લગ્ન લંડનમાં નહીં થાય.

અનંત અંબાણીના લગ્ન લંડનમાં નહીં થાય

અનંત અને રાધિકા 12મી જુલાઈના રોજ સાત ફેરા લેવાના છે. લગ્નને લઈને દરરોજ નવા અપડેટ્સ મળી રહ્યા છે. બિગ ફેટ વેડિંગમાં મોટી હસ્તીઓ હાજરી આપશે. અનંત અને રાધિકાના લગ્નને લઈને સતત અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. પાપારાઝીના જણાવ્યા અનુસાર અંબાણી પરિવારના દીકરા અનંતના લગ્ન મુંબઈમાં જ થશે. અગાઉ એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, લગ્ન લંડનમાં થશે.

મોટી હસ્તીઓ સામેલ થશે

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, તેમના લગ્ન લંડનના સ્ટોક પાર્ક એસ્ટેટમાં યોજાશે અને સંગીત સમારોહનું આયોજન અબુ ધાબીમાં કરવામાં આવશે. અનંત અંબાણીના લગ્નમાં બોલિવૂડ, ક્રિકેટ, બિઝનેસ અને રાજનીતિ સાથે જોડાયેલા લોકો આવવાની અપેક્ષા છે. જોકે, હજુ સુધી કોઈ ગેસ્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી અને ન તો અંબાણી પરિવાર દ્વારા કોઈ ઓફિશિયલ ડિટેલ્સ આપવામાં આવી છે.

આમંત્રણનું વિતરણ કરાયું

ઉલ્લેખનીય છે કે અનંત અને રાધિકાના લગ્નનું કાર્ડ છપાઈ ગયું છે અને મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો અહેવાલોનું માનીએ તો લગ્નનું કાર્ડ 9 પેજનું છે. રિપોર્ટ્સ અનુસાર, જો આપણે પ્રી-વેડિંગ ફંક્શનની વાત કરીએ તો, અંબાણીએ આ પ્રોગ્રામ પર લગભગ 1250 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

પ્રી-વેડિંગ ફંક્શન ખૂબ જ ભવ્ય હતું

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન પરીકથા જેવું હતું. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ, માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પ વગેરે જેવી દુનિયાભરની મોટી હસ્તીઓએ તેમાં ભાગ લીધો હતો. પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં અંબાણી પરિવારે તેમના મહેમાનોને ચાર્ટર્ડ પ્લેન, વોર્ડરોબ સર્વિસ, વર્લ્ડ ક્લાસ શેફ, પીકઅપ અને ડ્રોપ માટે લક્ઝરી વાહનો જેવી ઘણી અદભુત સેવાઓ પૂરી પાડી હતી.

આ સમાચાર શેર કરો