મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટના નફામાં ઘટાડો 

ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરમાં અદાણી ગ્રૂપની કંપની અંબુજા સિમેન્ટ્સન

ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટના નફામાં ઘટાડો 
ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરમાં અદાણી ગ્રૂપની કંપની અંબુજા સિમેન્ટ્સનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ઘટીને રૂ. 472.89 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) માટે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 987.24 કરોડ હતો.   અંબુજા સિમેન્ટ્સ લિ. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઓપરેટિંગ આવક રૂ. 7,516.11 કરોડ હતી, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 7,423.95 કરોડ હતી, એમ  અંબુજા સિમેન્ટ લિમિટે઼ડે  સ્ટોક એક્સચેન્જને કરોલા ફાઇલિંગમાં જણાવ્યું હતું.   અંબુજા સિમેન્ટની  કુલ આવક (જેમાં અન્ય આવક પણ સામેલ છે) બીજા ક્વાર્ટરમાં રૂ. 7,890.14 કરોડ રહી હતી. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કુલ ખર્ચ રૂ. 7,023.49 કરોડ હતો.   અંબુજા સિમેન્ટે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એકલ આધાર પર રૂ. 500.66 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે રૂ. 643.84 કરોડ હતો. નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ક્વાર્ટરમાં સિંગલ ઓપરેટિંગ આવક રૂ 4,213.24 કરોડ હતી.

આ સમાચાર શેર કરો