એર ઈન્ડિયાએ શરૂ કરી નવી સેવા, હવે ગિફ્ટ કાર્ડથી ખરીદી શકશો એર ટિકિટ; જાણો કેવી રીતે?
જો તમે પણ વારંવાર ફ્લાઈટમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, ટ

જો તમે પણ વારંવાર ફ્લાઈટમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, ટાટા ગ્રૂપની એર ઈન્ડિયા એરલાઈન દ્વારા એર ઈન્ડિયા ગિફ્ટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર્ડ મુસાફરોને મુસાફરીનો અનુભવ ગિફ્ટ કરવાની નવી રીત આપશે. એરલાઈન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ ઈ-કાર્ડ 1,000 રૂપિયાથી 200,000 રૂપિયાની રેન્જમાં ઓનલાઈન ઉપલબ્ધ હશે. આનો ઉપયોગ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ બુકિંગ માટે થઈ શકે છે. આ સિવાય તેનો ઉપયોગ એક્સ્ટ્રા લગેજ અને સીટ સિલેક્શન માટે પણ કરી શકાય છે. આના દ્વારા યાત્રા વધુ સરળ અને સુખદ બનશે.
પસંદ કરી શકો છો જગ્યા, તારીખ અને સીટની કેટગરી
કાર્ડ દ્વારા ભેટ મેળવનાર વ્યક્તિ પોતાની મુસાફરીની જગ્યા, તારીખ અને સીટ કેટેગરી જાતે પસંદ કરી શકે છે. એરલાઇન વતી એવું કહેવામાં આવ્યું હતું કે, ગિફ્ટ કાર્ડ સેવા શરૂ કરવાથી એર ઇન્ડિયાની ગ્રાહક કેન્દ્રિત સેવા મજબૂત થશે. આની મદદથી વધુને વધુ લોકોને આકર્ષીને ડિજિટલ એરિયાનો વિસ્તાર કરી શકાશે.
તમે એર ઈન્ડિયા ગિફ્ટ કાર્ડ કેવી રીતે ખરીદી શકો છો?
તમે ચાર અલગ-અલગ થીમ માટે એર ઈન્ડિયા ગિફ્ટ કાર્ડ ખરીદી શકો છો - થીમ ટ્રાવેલ, મેરેજ એનિવર્સરી, બર્થ ડે અને ખાસ પ્રસંગો. આ કાર્ડ્સ ખરીદતી વખતે, તમે તમારી પસંદગીની થીમ પસંદ કરી શકો છો અને કોઈપણ ખાસ પ્રસંગ અનુસાર તેને વધુ ખાસ બનાવી શકો છો. તમે આ કાર્ડને giftcards.airindia.com વેબસાઈટ પરથી ઓનલાઈન ખરીદી શકો છો.
શું એર ઈન્ડિયા ગિફ્ટ કાર્ડ ટ્રાન્સફર કરી શકાય છે?
એર ઈન્ડિયા ગિફ્ટ કાર્ડ ટ્રાન્સફર કરી શકાય છે. તેનો અર્થ એ છે કે, તમે જેને આ કાર્ડ ગિફ્ટ કરો છો તે વ્યક્તિ બીજા માટે પણ ફ્લાઇટ બુક કરી શકે છે. તમે એકસાથે ત્રણ ગિફ્ટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. જો તમારી પાસે પૈસાની અછત છે, તો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા બાકીના પૈસા ચૂકવી શકો છો.






