મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

બજેટ બાદ શેરબજાર તૂટ્યું, સેન્સેક્સ 1200 અને નિફ્ટી 400 પોઈન્ટ તૂટ્યો

આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ રજૂ થયું. નાણાપ્રધાન

બજેટ બાદ શેરબજાર તૂટ્યું, સેન્સેક્સ 1200 અને નિફ્ટી 400 પોઈન્ટ તૂટ્યો

આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ રજૂ થયું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતાં જ ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 1200થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 79,300ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

જોકે, થોડા સમય બાદ શેરબજારમાં સ્થિરતા આવી હતી. હાલમાં સેન્સેક્સ 400 પોઈન્ટ નીચે છે. તેમજ નિફ્ટી પણ લાલ નિશાન પર કારોબાર કરી રહ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ પૂરું થતાંની સાથે જ સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તે 1,266.17 પોઈન્ટ ઘટીને 79,235.91 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 435.05 પોઈન્ટના ઘટાડા સાથે 24,074.20 પોઈન્ટ પર પહોંચ્યો હતો. ONGCનો શેર 2.81%ના ઘટાડા સાથે નિફ્ટીમાં ટોપ લોઝર છે.

સેન્સેક્સ 1200 પોઈન્ટ તૂટ્યા બાદ હળવી રિકવરી

બજેટ સ્પીચ સમાપ્ત થયા બાદ શેરબજારમાં નીચલા સ્તરેથી ખરીદી જોવા મળી રહી છે અને હવે સેન્સેક્સ 650 પોઈન્ટ ઘટીને 79,853.54 પર આવી ગયો છે. જ્યારે નિફ્ટીમાં 180 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 24,330ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. કેટલાક ફાઇનેન્શિયલ એસેટ્સ પર ટૂંકા ગાળાના મૂડી લાભો પર કરનો દર 15%થી વધારીને 20% કરવામાં આવ્યો છે. તેમજ લોંગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) પર ટેક્સ રેટ 10%થી વધારીને 12.5% ​​કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ માટેની મુક્તિ મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 1.25 લાખ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો