મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

50% પ્રીમિયમ પર લિસ્ટ થયો આ IPO, બજારમાં ઉતરતા જ ખરીદવા માટે લોકોએ લૂંટ મચાવી

Aditya Infotechના શેરોની લિસ્ટિંગ ધમાકેદાર રહી છે. કંપનીના શેર 5 ઓગસ્ટે NSE પર 1,015 પ્રતિ શેરના ભાવ પર લિસ્ટ થયા છે જે

50% પ્રીમિયમ પર લિસ્ટ થયો આ IPO, બજારમાં ઉતરતા જ ખરીદવા માટે લોકોએ લૂંટ મચાવી

Aditya Infotechના શેરોની લિસ્ટિંગ ધમાકેદાર રહી છે. કંપનીના શેર 5 ઓગસ્ટે NSE પર 1,015 પ્રતિ શેરના ભાવ પર લિસ્ટ થયા છે જે તેના IPO પ્રાઇસથી 50% કરતા વધુ પ્રીમિયમ છે. કંપનીનો IPO 675 રૂપિયાના ભાવ પર આવ્યો હતો. આ રીતે રોકાણકારોને પ્રથમ દિવસે જ 50 ટકાનો નફો મળ્યો છે. 

BSE પર શેર 1,018 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર લિસ્ટ થયો હતો એટલે કે 51%નું પ્રીમિયમ મળ્યું છે. લિસ્ટિંગ સાથે જ કંપનીનો માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 11,900 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

આ લિસ્ટિંગ બજારના ગ્રે માર્કેટના અનુમાનો કરતા પણ સારી રહી છે. ઇન્વેસ્ટરગેનના આંકડા અનુસાર, લિસ્ટિંગ પહેલા કંપનીના શેર અનલિસ્ટેડ માર્કેટમાં 980 રૂપિયાના સ્તર પર બિઝનેસ કરી રહ્યાં હતા જે IPO પ્રાઇસ કરતા લગભગ 45% GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) બતાવી રહ્યું હતું.

IPOને મળી જોરદાર પ્રતિક્રિયા

કંપનીના 1,300 કરોડ રૂપિયાના IPOને 29 જુલાઇથી 31 જુલાઇ વચ્ચે રોકાણકારોએ જોરદાર રસ દાખવ્યો હતો. આ ઇશ્યૂ 100 ગણાથી વધારે સબ્સક્રાઇબ થયું હતું જેમાં 500 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ અને 800 કરોડ રૂપિયાના ઓફર ફોર સેલ (OFS) સામેલ હતા. ઓફર ફોર સેલ (OFS) દ્વારા કંપનીના પ્રમોટર ખેમકા પરિવારે પોતાની કેટલીક ભાગીદારી વેચી હતી.

આ સમાચાર શેર કરો