મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Adani Groupની કંપનીનો નફો 48% વધ્યો, રોકાણકારોને 350% ડિવિડન્ડની ભેટ

અદાણી ગ્રુપની કંપની, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એપીએસઇઝેડ) એ ગુરુવારે

Adani Groupની કંપનીનો નફો 48% વધ્યો, રોકાણકારોને 350% ડિવિડન્ડની ભેટ

અદાણી ગ્રુપની કંપની, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એપીએસઇઝેડ) એ ગુરુવારે (1 મે) જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. અદાણી પોર્ટ્સે નાણાકીય પરિણામોની સાથે ડિવિડન્ડની પણ ભલામણ કરી છે.

માર્ચ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૪૮ ટકા વધીને રૂ. ૩,૦૧૪ કરોડ થયો છે, એમ અદાણી પોર્ટ્સે બીએસઈ ફાઇલિંગમાં જણાવ્યું હતું. જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 2,040 કરોડ રૂપિયા હતું.

કમાણી અને આવકમાં વધારાને કારણે કંપનીનો નફો વધ્યો છે. આ ઉપરાંત, ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીની કામગીરીમાંથી આવક 8,488 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. આ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 6,897 કરોડની આવક કરતાં 23 ટકા વધુ છે.

અદાણી પોર્ટ્સે ડિવિડન્ડ જાહેર કર્યું
અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્સે માર્ચના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામોની સાથે સાથે ડિવિડન્ડની પણ  જાહેરાત કરી  દીધી છે.  કંપનીએ શેર દીઠ રૂ. 7ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.  કંપનીએ જણાવ્યું હતું કે, "બોર્ડે નાણાકીય વર્ષ 2024-25 માટે રૂ. 2 ની ફેસ વેલ્યુવાળા શેર દીઠ રૂ. 7 (350%) ના ડિવિડન્ડની ભલામણ પણ કરી છે. આ વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) માં શેરધારકોની મંજૂરીને આધીન છે."

અદાણી પોર્ટના ડિવિડન્ડની રેકોર્ડ ડેટ
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોને ડિવિડન્ડ મેળવવા માટે પાત્ર શેરધારકોને અંતિમ સ્વરૂપ આપવાની રેકોર્ડ તારીખ પણ જાહેર કરી છે. કંપનીએ તેના ડિવિડન્ડ માટે રેકોર્ડ તારીખ શુક્રવાર, ૧૩ જૂન, ૨૦૨૫ નક્કી કરી છે.

પરિણામો અપેક્ષા કરતાં સારા રહ્યા
અદાણી પોર્ટ્સના ચોથા ક્વાર્ટરના પરિણામો અંદાજ કરતાં સારા હતા. બાંધકામ પ્રવૃત્તિ માટે મોસમી મજબૂત ત્રિમાસિક ગાળા દરમિયાન માલ પરિવહનના જથ્થામાં વધારો થયો. દેશના સૌથી મોટા ખાનગી પોર્ટ ઓપરેટરનો માર્ચ ક્વાર્ટરમાં નફો 3014 કરોડ રૂપિયા હતો. આ વિશ્લેષકોના સરેરાશ અંદાજ 2571 કરોડ રૂપિયા કરતાં વધુ છે.

આ સમાચાર શેર કરો