મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજારમાં આ ચાર કારણોથી મચ્યો હાહાકાર, રોકાણકારોના 7.25 લાખ કરોડ સ્વાહા

શેરબજાર મંગળવારે 21 જાન્યુઆરીએ કારોબારની શરૂઆત પોઝિટિવ થઇ હોવા છતાં ઘરેલુ મોટા કડાકા સાથે બં

શેરબજારમાં આ ચાર કારણોથી મચ્યો હાહાકાર, રોકાણકારોના 7.25 લાખ કરોડ સ્વાહા

શેરબજાર મંગળવારે 21 જાન્યુઆરીએ કારોબારની શરૂઆત પોઝિટિવ થઇ હોવા છતાં ઘરેલુ મોટા કડાકા સાથે બંધ થયા હતાં. ઝોમેટો, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ), સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ), બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા સ્ટીલ અને ભારતી એરટેલ જેવા હેવીવેઈટ શેરોમાં ભારે વેચવાલીએ બજારને પછાડ્યું હતું. ભારતને લઈને ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાઓને લઈને અનિશ્ચિતતાના કારણે રોકાણકારોના મનમાં ડર છે.

મંગળવાર (21 જાન્યુઆરી)ના રોજ બીએસઇનો 30 શેરવાળો સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટ વધીને 77,261 પર ખુલ્યો હતો. થોડા સમય પછી તે લાલ નિશાનમાં સરકી ગયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે ઘટીને 75,641 થઈ ગયો હતો. અંતે સેન્સેક્સ 1235 પોઈન્ટ અથવા 1.60% ઘટીને 75,838.36 પર બંધ થયો.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી 50 પણ જોરદાર ખુલ્યો હતો. જોકે, બાદમાં તે પણ લાલ રંગમાં સરકી ગયો હતો. ઇન્ટ્રાડે ટ્રેડમાં તે 22,976.85 પર લપસી ગયો હતો. અંતે નિફ્ટી 320 પોઈન્ટ અથવા 1.37% ના મોટા ઘટાડા સાથે 23,024.65 પર બંધ થયો.

નિફ્ટી એટલો તીવ્ર ઘટાડો થયો છે કે તે તેના 23000 ના મહત્વના સપોર્ટ લેવલની નજીક આવી ગયો છે. જો આગામી ટ્રેડિંગ સેશનમાં આ સ્તર તૂટશે તો વધુ ઘટાડો થઈ શકે છે જે નિફ્ટીને 22700ના સ્તરે લઈ જઈ શકે છે. જો બજાર અહીંથી સપોર્ટ નહીં લે તો કરેક્શનનો બીજો તબક્કો શરૂ થઈ શકે છે.

આજે નિફ્ટી 50 ઈન્ડેક્સના 50 શેરોમાંથી 42 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી 50 ના ટોપ ગેઇનર્સમાં એપોલો હોસ્પિટલ્સ, ટાટા કન્ઝ્યુમર લિમિટેડ, બીપીસીએલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ, જેવા શેરો હતા. જ્યારે નિફ્ટી 50 ના સૌથી વધુ ઘટેલા શેરોમાં ટ્રેન્ટ, અદાણી પોર્ટ્સ, એનટીપીસી અને આઇસીઆઇસીઆઇ બેન્ક જેવા શેરો હતા. આજના બજારમાં બેંકિંગ સેક્ટર અને આઈટી સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી.

ઝોમેટો, એનટીપીસી, અદાણી પોર્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર સેન્સેક્સ ઈન્ડેક્સમાં સૌથી વધુ તૂટ્યા હતા. સેન્સેક્સના માત્ર બે શેરો - અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચસીએલ ટેક - તેજી સાથે બંધ થયા હતા, જ્યારે હિન્દુસ્તાન યુનિલિવરના શેર સ્થિર રહ્યા હતા.

શેરબજારમાં આ ઘટાડો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી તરત જ પડોશી દેશો પર વેપાર ટેરિફ લાદવાની યોજના જાહેર કર્યા પછી થયો હતો.

મંગળવારે (21 જાન્યુઆરી) શેરબજારમાં ઘટાડાનું કારણ?

1. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, ઝોમેટો, એસબીઆઈ અને એચડીએફસી બેંક જેવા ભારે વજનવાળા શેરોમાં ઘટાડાને કારણે બજાર ઘટ્યું.
2. અત્યાર સુધી, મોટાભાગની સ્થાનિક કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો અપેક્ષા કરતા ઓછા રહ્યા છે. તેનાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી છે.
3. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પડોશી દેશો પર ઉચ્ચ વેપાર ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. ટ્રમ્પે સત્તા સંભાળ્યાના કલાકોમાં જ પડોશી દેશો પર ટ્રેડ ટેરિફ લાદવાની યોજના જાહેર કરી છે. તેમણે સોમવારે પદ સંભાળ્યા પછી તરત જ કહ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર મેક્સિકો અને કેનેડા પર 1 ફેબ્રુઆરીથી જલદી 25% ટેરિફ લાદવાનું વિચારી રહ્યું છે.
4. વિદેશી રોકાણકારો (એફઆઇઆઇ) ઓક્ટોબર, 2024થી ભારતીય શેરબજારોમાંથી વેચાણ કરી રહ્યા છે. એફઆઇઆઇએ જાન્યુઆરી 2025માં અત્યાર સુધીમાં રૂ. 48,023 કરોડની ઇક્વિટી વેચી છે.

રોકાણકારોને રૂ. 7.25 લાખ કરોડનું નુકસાન થયું

બજારમાં ઘટાડાથી રોકાણકારોને રૂ. 7.25 લાખ કરોડનું નુકસાન થયું છે. સોમવારે (21 જાન્યુઆરી)  બીએસઇ  પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 7.25 લાખ કરોડ ઘટીને રૂ. 4,24,22,866 કરોડ થયું હતું.

આજે આ દસ શેરોમાં કડાકા નોંધાયા

1. ડિક્સન ટેક્નોલોજીસનો શેર રૂ. 2421.50 અથવા 13.79% ઘટીને રૂ. 15132.95 પર બંધ થયો.
2. ઝોમેટોનો શેર રૂ. 26.30 અથવા 10.92% ઘટીને રૂ. 214.65 પર બંધ થયો.
3. સયાજી હોટેલ્સ લિમિટેડનો શેર રૂ. 61.85 અથવા 16.81% ઘટીને રૂ. 306.15 પર બંધ થયો હતો.
4. ન્યુજેન સોફ્ટવેર ટેક્નોલોજીસ લિમિટેડનો સ્ટોક મંગળવારે રૂ. 255.80 અથવા 16.38% ઘટીને રૂ. 1305.50 પર બંધ થયો.
5. ઇન્નોવેટરેસ ફેકેડ સિસ્ટમ્સમાં પણ મોટો ઘટાડો થયો હતો. તે રૂ. 25.70 અથવા 8.88% ઘટીને રૂ. 263.60/ પર બંધ રહ્યો હતો.
6. કલ્યાણ જ્વેલર્સમાં ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાતો નથી. શેર આજે 8.27% ના ઘટાડા સાથે રૂ. 43.90 પર બંધ રહ્યો હતો.
7. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડનો સ્ટોક 8.43% ઘટીને રૂ. 507.35 અને રૂ. 5510 પર બંધ થયો.
8. મંગળવારે સ્વિગીનો શેર રૂ. 38.70 ઘટીને રૂ. 8.08 ટકા ઘટીને રૂ. 440.30 પર બંધ થયો હતો.
9. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ પણ રૂ. 62.90 અથવા 7.79% ઘટીને રૂ. 745.05 પર બંધ થયો હતો.
10. ઇન્ટરનેશનલ ટ્રાવેલ હાઉસ લિમિટેડના શેરમાં પણ ઘટાડો થયો અને રૂ. 60.95 અથવા 8.82% ઘટીને રૂ. 629.80 થયો.

સોમવારે બજાર કેવું હતું?

સોમવારે (21 જાન્યુઆરી) ના રોજ બીએસઇનો 30 શેરો વાળા સેન્સેક્સ 454.11 પોઈન્ટ અથવા 0.59% ના વધારા સાથે 77,073.44 ના સ્તર પર બંધ થયા. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 141.55 પોઈન્ટ અથવા 0.61%ના વધારા સાથે 23,344.75 પર બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?

એશિયન બજારોમાં જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગનો હેંગસેંગ અને સાઉથ કોરિયાનો કોસ્પી સુધર્યો હતો. સોમવારે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ડે નિમિત્તે યુએસ બજારો બંધ રહ્યા હતા.

આ સમાચાર શેર કરો