મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

VIDEO/ EMIમાં રાહતની આશા રાખનારાઓને ઝટકો! RBIએ રેપો રેટ 5.25% પર સ્થિર રાખ્યો

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય વર્ષ 2026-27 ની પ

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય વર્ષ 2026-27  ની પ્રથમ MPC બેઠકના નિર્ણયોની જાહેરાત કરી છે. RBI એ આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને 5.25% પર સ્થિર રાખ્યો છે. આનો સીધો અર્થ એ છે કે તમારા હોમ લોન અથવા કાર લોનના હપ્તા (EMI) હાલ પૂરતા ઘટશે નહીં.

મુખ્ય આર્થિક આંકડાઓ એક નજરમાં:

પરિમાણ (Parameters) વર્તમાન દર (Current Rate)
રેપો રેટ (Repo Rate) 5.25%
SDF (Standing Deposit Facility) 5.00%
MSF (Marginal Standing Facility) 5.50%
FY26 GDP ગ્રોથ અનુમાન 7.6%
FY27 GDP ગ્રોથ અનુમાન 6.9%

ગવર્નર સંજય મલ્હોત્રાના સંબોધનના મુખ્ય મુદ્દાઓ:

  • તટસ્થ વલણ (Neutral Stance): સમિતિએ પોતાનું વલણ ન્યુટ્રલ રાખ્યું છે. ગત વર્ષ ૨૦૨૫ માં રેપો રેટમાં કુલ 125 બેસિસ પોઈન્ટનો (125 bps) ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે સતત બીજી બેઠકમાં દરો સ્થિર રખાયા છે.

  • મજબૂત ભારતીય અર્થતંત્ર: મિડલ ઈસ્ટમાં યુદ્ધ (ઈરાન સંઘર્ષ) અને વૈશ્વિક તણાવ છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત છે. ગવર્નરે જણાવ્યું કે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં અવરોધો હોવા છતાં ભારત પર તેની ખાસ અસર જોવા મળી નથી.

  • જીડીપી ગ્રોથ (GDP Growth): નાણાકીય વર્ષ 2025-26 ૬ માટે જીડીપી ગ્રોથનું અનુમાન 7.6% રાખવામાં આવ્યું છે, જ્યારે 2026-27 માટે તે 6.9% રહેવાની શક્યતા છે.

EMI પર કેવી અસર પડે છે?

રેપો રેટ એ દર છે જે ભાવે RBI અન્ય બેંકોને ધિરાણ આપે છે. જ્યારે રેપો રેટ વધે છે ત્યારે લોન મોંઘી થાય છે, અને જ્યારે ઘટે છે ત્યારે EMI ઓછી થાય છે. હાલ રેટ સ્થિર હોવાથી બેંકો પણ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા ઓછી છે. 

વૈશ્વિક પરિસ્થિતિ અને રૂપિયો:

ગવર્નરે નોંધ્યું હતું કે વૈશ્વિક શેરબજારો અને કોમોડિટી માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, પરંતુ ભારતીય રૂપિયો ગત ૧૨ વર્ષમાં સૌથી મોટી તેજી દર્શાવી રહ્યો છે. યુદ્ધના કારણે સર્જાયેલા ઉર્જા સંકટ છતાં ભારતની આર્થિક ગતિવિધિઓ સાચા માર્ગે છે.

આ સમાચાર શેર કરો