મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

કરોડો ખેડૂતો માટે સારા સમાચાર, બજેટમાં થઇ શકે છે આ મોટી જાહેરાત

નાણા મંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષનું બજેટ 23 જુલાઈએ રજૂ કરશે. નાણા મંત્રી આ બજેટમાં ખેડૂતો માટે ઘણ

કરોડો ખેડૂતો માટે સારા સમાચાર, બજેટમાં થઇ શકે છે આ મોટી જાહેરાત

નાણા મંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષનું બજેટ 23 જુલાઈએ રજૂ કરશે. નાણા મંત્રી આ બજેટમાં ખેડૂતો માટે ઘણી મોટી જાહેરાતો કરશે તેવી આશા છે. સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ અને PM કુસુમ યોજના પર વિશેષ જોગવાઈઓ કરી શકે છે. MSPની કાયદેસર ગેરંટી માટે ખેડૂત યુનિયનોની સતત માંગ અને પંજાબમાં ખેડૂત સંગઠનોની જાહેરાત પછી, ટેકાના ભાવે વધુ પાક ખરીદવા માટે બજેટમાં વધુ ફંડની જાહેરાત કરવામાં આવી શકે છે.

PM કિસાનની રકમ વધી શકે છે

એવું માનવાાં આવે છે કે મોદી સરકારની આ મહત્ત્વાંકાક્ષી યોજનાને કારણે ભાજપને ખેડૂતો વચ્ચે પકડ બનાવવામાં મદદ મળી છે.2019માં શરૂ થયેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં આજ સુધી એક વખત પણ વધારો થયો નથી. હાલમાં ખેડૂતોને વાર્ષિક રૂ. 6,000 મળી રહ્યા છે. બજેટમાં સરકાર આ રકમ વધારીને 8,000 રૂપિયા વાર્ષિક કરી શકે છે. બીજી તરફ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ની લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે.

સબસિડીમાં વધારાની અપેક્ષા

પીએમ-કુસુમ યોજના હેઠળ, સરકાર ખેડૂતોને 75 ટકા સબસિડી પર સોલર પંપ આપી રહી છે. PM-કુસુમ યોજના નાના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ છે. હવે ખેડૂતોએ તેમના પાકને પકવવા માટે મોંઘા ડીઝલનો ઉપયોગ કરવો પડતો નથી. સરકાર ઘરેલું બિન-કૃષિ ઉદ્દેશ્યો માટે પણ PM-KUSUM યોજના હેઠળ સ્થાપિત સોલાર સિસ્ટમનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપી શકે છે. આ યોજના હેઠળ સબસિડીમાં વધારો થવાની આશા છે.

આ સમાચાર શેર કરો