મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

77મો પ્રજાસત્તાક પર્વ: આજે શેરબજાર અને બેંકોમાં રજા, જાણો હવે ક્યારે ખુલશે માર્કેટ?

India republic day : 26 જાન્યુઆરી એટલે કે આજે ભારતે પોતાનો 7

77મો પ્રજાસત્તાક પર્વ: આજે શેરબજાર અને બેંકોમાં રજા, જાણો હવે ક્યારે ખુલશે માર્કેટ?

India republic day : 26 જાન્યુઆરી એટલે કે આજે ભારતે પોતાનો 77મો ગણતંત્ર દિવસ ઉજવ્યો. આ રાષ્ટ્રીય રજાના કારણે ભારતીય શેરબજાર પૂરી રીતે બંધ રહેશે. જેમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સામેલ છે. ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્ઝ (F&O), કરન્સી ડેરિવેટિવ્ઝ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB) સેગમેન્ટમાં કોઈ પણ ટ્રેડિંગ થશે નહીં. તેવી જ રીતે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ કોમોડિટી ટ્રેડિંગ પૂરી રીતે સ્થગિત રહેશે. બેંકો પણ રાષ્ટ્રીય રજાના કારણે બંધ રહેશે. પરંતુ, ડિજિટલ બેંકિંગ સેવાઓ જેવી કે UPI, નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને ATM સામાન્ય રીતે કામ કરતા રહેશે. શેરબજાર 27 જાન્યુઆરી 2026 મંગળવારના રોજ સામાન્ય સમયે ફરીથી ખુલશે.

ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. ભારતીય શેરબજારો માટે આ એક અનિવાર્ય ટ્રેડિંગ રજા છે. આ એક નિશ્ચિત રજાઓની યાદીનો ભાગ છે. એનો અર્થ એ છે કે તે દર વર્ષે બદલાતી નથી. આ દિવસે રોકાણકારો, વેપારીઓ અને બજાર સાથે જોડાયેલા અન્ય લોકો ટ્રેડિંગ નહીં કરી શકે.

 બંધ રહેશે બજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ

(NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બંને પર ટ્રેડિંગ પૂરી રીતે રોકવામાં આવશે. જેમાં ઈક્વિટી સેગમેન્ટ, ક્વિટી ડેરિવેટિવ્ઝ (F&O), કરન્સી ડેરિવેટિવ્ઝ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB) સામેલ છે. આ દિવસે કોઈ પ્રી-ઓપન કે પોસ્ટ-માર્કેટ સેશન પણ નહીં હોય.

કોમોડિટી બજાર પણ ગણતંત્ર દિવસ 2026 પર બંધ રહેશે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર તમામ ટ્રેડિંગ સત્રો સ્થગિત રહેશે. એનો અર્થ એ છે કે આ દિવસે સોનું, ચાંદી, કાચું તેલ (ક્રૂડ ઓઈલ), કુદરતી ગેસ કે કોઈ પણ કૃષિ વસ્તુમાં કોઈ કારોબાર થશે નહીં.

મંગળવારે સામાન્ય કલાકો પર ખુલશે

બજાર શેરબજારમાં ટ્રેડિંગ 27 જાન્યુઆરી 2026 મંગળવારના રોજ સામાન્ય બજાર કલાકો સાથે ફરી શરૂ થશે. પ્રી-ઓપન સત્ર સવારે 9 વાગ્યે શરૂ થશે અને નિયમિત ટ્રેડિંગ સવારે 9:15થી બપોરે 3:30 વાગ્યા સુધી ચાલશે. ઇક્વિટી, ડેરિવેટિવ્ઝ, કરન્સી અને કોમોડિટીઝ સહિત તમામ સેગમેન્ટ સામાન્ય રીતે કામ કરશે, જ્યાં સુધી કોઈ અન્ય નિર્ધારિત રજાથી પ્રભાવિત ન હોય. ગણતંત્ર દિવસ એક રાષ્ટ્રીય રજા છે,

આ સમાચાર શેર કરો