મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

અમદાવાદના ચાર સહિત દેશમાં 64 મૉલ બંધ થયા, 'ઘોસ્ટ શોપિંગ સેન્ટર'ની સંખ્યા વધી

દેશના આઠ મુખ્ય શહેરોમાં ખાલી પડેલા શોપિંગ મોલની સંખ્યા 57થી વધીને 64 થઇ ગઇ છે, જેનું કારણ રિટેલ સેલર્સ અ

અમદાવાદના ચાર સહિત દેશમાં 64 મૉલ બંધ થયા, 'ઘોસ્ટ શોપિંગ સેન્ટર'ની સંખ્યા વધી

દેશના આઠ મુખ્ય શહેરોમાં ખાલી પડેલા શોપિંગ મોલની સંખ્યા 57થી વધીને 64 થઇ ગઇ છે, જેનું કારણ રિટેલ સેલર્સ અને કંજ્યૂમર્સનું પ્રીમિયમ પ્રોપર્ટીને મહત્ત્વ આપવાનું છે.

રિયલ એસ્ટેટ સલાહકાર નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાએ 'થિન્ક ઇન્ડિયા થિન્ક રિટેલ 2024' ટાઇટલ સાથે એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં 29 શહેરના શોપિંગ સેન્ટર અને મોટા બજારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઘોસ્ટ શોપિંગ સેન્ટરની સંખ્યા વધી

રિપોર્ટ અનુસાર, આઠ મહાનગરોમાં ખાલી પડી રહેલા રિટેલ પ્રોપર્ટીની સંખ્યા ઝડપથી વધી રહી છે. 1.33 કરોડ વર્ગ ફૂટ ગ્રોસ લીઝેબલ એરિયાવાળા 64 શોપિંગ મોલ્સને 2023માં 'ઘોસ્ટ શોપિંગ સેન્ટર્સ' તરીકે ક્વોલફાઇ કરવામાં આવ્યા હતા. 'ઘોસ્ટ શોપિંગ સેન્ટર્સ'નો અર્થ એવા મોલ છે જે 40 ટકાથી વધુ ખાલી છે. વિસ્તારની વાત કરીએ તો તે ગયા વર્ષના (2022) 84 લાખ ચોરસ ફૂટ કરતાં 58 ટકા વધુ છે.

રિપોર્ટ અનુસાર આઠ નવા રિટેલ કેન્દ્ર જોડાયા છતા 2023માં શોપિંગ કેન્દ્રની કુલ સંખ્યા ઘટીને 263 રહી ગઇ કારણ કે ગત વર્ષે 16 શોપિંગ કેન્દ્ર બંધ થઇ ગયા હતા.

સૌથી વધુ ખાલી મોલ દિલ્હી-NCRમાં

નાઇટ ફ્રેન્કના આંકડા અનુસાર, ટોચના આઠ શહેરમાં કુલ 64 ખાલી પડેલા મોલમાંથી 21 મોલ દિલ્હી-NCRમાં,12 બેંગલુરૂમાં, 10 મુંબઇમાં છ કોલકાતામાં, પાંચ હૈદરાબાદમાં, ચાર અમદાવાદમાં અને ત્રણ-ત્રણ ચેન્નાઇ અને પૂણેમાં છે. હૈદરાબાદમાં માત્ર આવા મોલની સંખ્યા 19 ટકા ઘટી છે. કોલકાતામાં સૌથી વધુ વાર્ષિક આધાર પર 237 ટકાનો વધારો નોંધાયો છે.

કંજ્યૂમરનો ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે

નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે કહ્યું, 'વધતા ખર્ચ, યોગ્ય આવક, યંગ ડેમોગ્રાફિક અને શહેરીકરણથી પ્રેરિત કંજમ્પશનની ગતિ સંગઠિત રિટેલ સેક્ટરના પક્ષમાં છે.' નાઇટ ફ્રેન્કે આ વાત પર પણ ભાર આપ્યો કે એક વર્ષમાં મહાનગરોમાં શોપિંગ સેન્ટરની કુલ સંખ્યા પણ ઘટી છે.

આ સમાચાર શેર કરો