મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ઘઉંના ઉત્પાદનમાં વિક્રમજનક વૃદ્ધિઃ 1.29 કરોડ ટનનું અનુમાન

કેન્દ્ર સરકારે દેશમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન થવાની આશા વ્યક્ત કરી છે. 11.29 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થઈ શકે છે. જ્

ઘઉંના ઉત્પાદનમાં વિક્રમજનક વૃદ્ધિઃ 1.29 કરોડ ટનનું અનુમાન

કેન્દ્ર સરકારે દેશમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન થવાની આશા વ્યક્ત કરી છે. 11.29 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થઈ શકે છે. જ્યારે કુલ અનાજ 32 કરોડ ટનથી વધુ હોઈ શકે છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે વર્ષ 2023-24 માટે મુખ્ય કૃષિ પાકોના ઉત્પાદનના ત્રીજા આગોતરા અંદાજમાં જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ચોખાનું ઉત્પાદન 13.67 કરોડ ટન થઈ શકે છે.

મકાઈનું ઉત્પાદન 3.57 કરોડ ટન થઈ શકે

મંગળવારે જાહેર કરાયેલા અંદાજ મુજબ મકાઈનું ઉત્પાદન 3.57 કરોડ ટન, 1.16 કરોડ ટન ચણાનું ઉત્પાદન થઈ શકે છે. તેલીબિયાં 3.96 કરોડ ટન, સોયાબીન 1.30 કરોડ ટન, સરસવનું 1.31 કરોડ ટન ઉત્પાદન થઈ શકે છે. શેરડીનું ઉત્પાદન 44.25 કરોડ ટન, કપાસનું 3.25 કરોડ ટન અને શણનું ઉત્પાદન 92.59 લાખ ટન થઈ શકે છે.

આ સમાચાર શેર કરો