Video: EVENING BULLETIN / યુએસ ચૂંટણીમાં ઇલોન મસ્કનો દાવ ઊંધો પડ્યો, દિગ્વિજય સિંહના નિવેદનથી રાજકીય ગરમાવો

સોર્સ: gstv

યુએસ ચૂંટણીમાં ઇલોન મસ્કનો દાવ ઊંધો પડ્યો

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં અબજોપતિ ઇલોન મસ્કનો ₹4,000 કરોડનો દાવ નિષ્ફળ સાબિત થયો છે. રિપબ્લિકન પાર્ટીને જીતાડવા મસ્કે જંગી ફંડિંગ કર્યું હતું, પરંતુ ડેમોક્રેટ્સે સેનેટ અને હાઉસ બંનેમાં શાનદાર વિજય મેળવી સત્તા પર કબ્જો જમાવી લીધો છે.

દિગ્વિજય સિંહના નિવેદનથી રાજકીય ગરમાવો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સનાતન ધર્મ અને હિન્દુત્વને અલગ ગણાવી નવો વિવાદ છેડ્યો છે. તેમણે લોકોને હિન્દુત્વથી દૂર રહેવાની સલાહ આપતાં કહ્યું કે, હિન્દુત્વ તરફ જનારા લોકોના મનમાં નફરત ભરેલી હોય છે અને સનાતનનું સાચું સ્વરૂપ રજૂ કરવું જરૂરી છે.

જાહેરાત

દિલ્હીમાં 3 માળની ઈમારત ધરાશાયી

રાજધાની દિલ્હીના ચાવડી બજારમાં એક નિર્માણાધિન ત્રણ માળની ઈમારત તાશના પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ છે. આ દર્દનાક દુર્ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે કાટમાળ નીચે અન્ય લોકો દબાયા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યૂ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

ગંગોત્રી હાઈવે પર ઈનોવા કાર ગંગામાં ખાબકી

ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર સુરતના પટેલ પરિવારની કાર ગંગા નદીમાં ખાબકતાં પિતા-પુત્રી સહિત 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્ત 17 વર્ષીય પુત્ર સારવાર હેઠળ છે, જ્યારે ઝડપી પ્રવાહ વચ્ચે ગુમ થયેલા અન્ય લોકોની શોધખોળ માટે SDRF અને ડાઇવર્સનું સર્ચ ઓપરેશન જારી છે.

હાલોલ નગરપાલિકામાં ઉઘરાણી કૌભાંડ

હાલોલ નગરપાલિકામાં લારીગલ્લા ધારકો પાસેથી રોજના ₹20 લેખે વસૂલાતી ફી તિજોરીમાં જમા ન કરાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. દર મહિને આશરે દોઢ લાખની ઉઘરાણી સામે પાવતી અપાતી પણ રકમ ચાંઉ થઈ જતી. મામલો સામે આવતાં ચીફ ઓફિસરે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત