Video: EVENING BULLETIN / વિમાન ભાડા વધારા પર સુપ્રીમ કોર્ટનો કટાક્ષ, ઈરાને ભારતીય સેનાનો આભાર માન્યો, ગાંધીનગરને મળ્યા નવા મેયર

ઓમાનના દરિયામાં ભારતીય જહાજ પર હુમલો
ઓમાન તટ નજીક ભારતીય કાર્ગો જહાજ 'અલ યુસુફી' પર ભીષણ હવાઈ હુમલો થયો છે. આ દુર્ઘટનામાં ગુજરાતના નાવિક નહીમ અઝીઝનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 13 ભારતીય નાવિકોનો આબાદ બચાવ થયો છે.
ઈરાને ભારતીય સેનાનો આભાર માન્યો
માછીમારી જહાજ 'અજિની'માંથી 20 ઈરાની નાવિકોને ચાંચિયાઓ પાસેથી મુક્ત કરાવવા બદલ ઈરાની દૂતાવાસે ભારતીય નૌસેના અને વાયુસેનાના સાહસ તેમજ વ્યાવસાયિક ક્ષમતાની પ્રશંસા કરી હૃદયપૂર્વક આભાર માન્યો છે.
નેપાળમાં લેન્ડિંગ વખતે બે હેલિકોપ્ટર અથડાયા
નેપાળના ફેરીચે હેલિપેડ પર લેન્ડિંગ ટાણે બે હેલિકોપ્ટર હવામાં જ એકબીજા સાથે ટકરાતાં મોટો અકસ્માત સર્જાયો છે. આ દર્દનાક દુર્ઘટનામાં એક ભારતીય નાગરિકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
વિમાન ભાડા વધારા પર સુપ્રીમ કોર્ટનો કટાક્ષ
દિવાળી ટાણે ફ્લાઇટ ભાડામાં 700% વધારા સામે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી નકારી દીધી છે. જસ્ટિસ વિક્રમ નાથે આકરો કટાક્ષ કરતાં માત્ર ચાર શબ્દોમાં કહ્યું— 'વિમાનમાં મુસાફરી ન કરો.'
રાજકોટ લોધિકા સંઘ વિવાદ પર રૂપાલાનો ટોણો
રાજકોટ લોધિકા સંઘમાં નિમણૂકોના જૂથવાદ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ મુખ્યમંત્રીની હાજરીમાં મંચ પરથી જોરદાર ટોણો માર્યો હતો. ₹300 કરોડની ડિપોઝિટનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું— 'જગદીશભાઈ કેમ હસે છે તે હું જાણું છું!'
ગાંધીનગરને મળ્યા નવા મેયર
ગાંધીનગર મનપામાં વિજય બાદ ભાજપે નવા પદાધિકારીઓની જાહેરાત કરી દીધી છે. રૂપસિંહ ઠાકોર મેયર, અંજના મહેતા ડેપ્યુટી મેયર અને મહેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પસંદગી પામ્યા છે.






