Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : After no bulletin / war between Pejeshkian and Aragachi will US, Mamata will form a new front without Congress? New Boardroom Sangram in Tata Group

VIDEO: AFTER NOON BULLETIN / યુદ્ધ વચ્ચે પેઝેશ્કિયન અને અરાગચી જશે US, મમતા રચશે કોંગ્રેસ વગર નવું મોરચું? ટાટા ગ્રૂપમાં નવો બોર્ડરૂમ સંગ્રામ

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv
 
App Store
1)  યુદ્ધ વચ્ચે પેઝેશ્કિયન અને અરાગચી જશે US
 
ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી સહિતના વરિષ્ઠ અધિકારીઓને ન્યૂયોર્કમાં યોજાનારી યુએન મહાસભા માટે વિઝા આપવાની મંજૂરી આપી દીધી છે.
 
2) શું રશિયા નાટો દેશ પર કરશે હુમલો
 
પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે મોટી ચેતવણી આપી છે. રશિયા ડ્રોન કે રોકેટથી નાટોના પૂર્વીય દેશોને નિશાન બનાવીને, તેને માત્ર એક "અકસ્માત" ગણાવી નાટોને નિષ્ક્રિય કરવાનો દાવો કરી શકે છે!
 
3) મમતા રચશે કોંગ્રેસ વગર નવું મોરચું?
 
હાલમાં જ DMK સાંસદ કનિમોઝી અને મમતા બેનર્જીની મુલાકાતે ચર્ચા જગાવી છે! અહેવાલો મુજબ, કોંગ્રેસ થી અલગ એક નવા પ્રાદેશિક મોરચાની તૈયારીઓ ચાલી રહી છે. શું 'ઈન્ડિયા' ગઠબંધન તૂટશે? 
 
4) ટાટા ગ્રૂપમાં નવો બોર્ડરૂમ સંગ્રામ
 
ટાટા સન્સના બોર્ડે ચંદ્રાને બીજા 5 વર્ષ માટે ચેરમેન બનાવવા 4-1થી ઠરાવ પસાર કર્યો, પણ ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ આ નિમણૂક સામે મોરચો માંડ્યો છે. નોએલ ટાટાએ આ નિર્ણયને ગેરકાયદે ગણાવી વિરોધ નોંધાવ્યો છે. શું ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ વચ્ચેનો આ વિવાદ નવું કોર્પોરેટ યુદ્ધ છેડશે?
 
5) અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ
 
: અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં સ્કૂલે જનારા બાળકો સહિત, નોકરિયાતો પણ ફસાઈ ગયા હતા. ઠેર ઠેર પાણી ભરાયાના દૃશ્યો સર્જાયા હતા. ગઈકાલે રાતે પણ સારો એવો વરસાદ નોંધાયા બાદ આજે સવારથી જ અમદાવાદમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે.
 
6) દમણના દરિયા કિનારે રિયલ લાઈફ 'શોલે' ડ્રામા
 
દારૂના નશામાં ધૂત એક યુવક પાણીની ઊંચી ટાંકી પર ચડી ગયો અને કૂદકો મારવાની ધમકી આપી હતી. આ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા લોકોના ટોળાં ઉમટી પડ્યા. પોલીસ અને ફાયર બ્રિગેડે ભારે મથામણ બાદ યુવકને સહી-સલામત નીચે ઉતાર્યો!
ટોપિક્સ:GSTV NewsGujarati News