VIDEO: Afternoon Bulletin / સાઉદી સામે મોટું સંકટ, ટર્કિશ એરલાઇન્સ ખતરનાક ટર્બુલન્સમાં ફસાઈ, ગેરકાયદે મદરેસા પર કાર્યવાહી
સોર્સ : gstv
1) સાઉદી સામે મોટું સંકટ!
"પગમાં ચપ્પલ, પરંપરાગત પહેરવેશ અને હાથમાં AK-47! યમનના સના પર્વતોથી મરીબ તરફ નીકળ્યો હથિયારબંધ કાફલો! હશીશ કબીલાની કૂચથી સાઉદીના શાસકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે."
2) ટર્કિશ એરલાઇન્સ ખતરનાક ટર્બુલન્સમાં ફસાઈ, ચીસાચીસ મચી!
"ઈસ્તાંબુલથી ટ્યુનિશિયા જતી ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટ લેન્ડિંગ સમયે જ ભયાનક તોફાનમાં ફસાઈ! વિમાનમાં ખતરનાક ટર્બુલન્સ સર્જાતા મુસાફરોમાં ચીસાચીસ અને ભારે અફરાતફરી મચી ગઈ!"
3) ગેરકાયદે મદરેસા પર કાર્યવાહી
"પશ્ચિમ બંગાળમાં મંજૂરી વગર ચાલતા મદરેસાઓ પર લાલ આંખ! સરવે પૂર્ણ થતા જ 252 મદરેસાઓને તાળા મારવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે 100 થી વધુને કારણ દર્શાવ નોટિસ ફટકારાઈ!"
5) તમિલનાડુના CMફ રીથી વિવાદમાં
તમિલનાડુના મુખ્યમંત્રી વિજયનો યુકે પ્રવાસ વિવાદમાં સપડાયો છે. DMKએ આકરા પ્રહાર કરતા કહ્યું કે જનતાની મુશ્કેલીઓ વચ્ચે CM મિત્રની કાર રેસ જોવા લંડન પહોંચ્યા છે,
5) સરકારી કચેરીઓ અંગે મોટો આદેશ
"અરજદારો માટે મોટા સમાચાર! હવે સોમવાર અને મંગળવારે સચિવાલય સહિતની સરકારી કચેરીઓમાં કોઈ મીટિંગ યોજાશે નહીં. આ બે દિવસ સંપૂર્ણપણે સામાન્ય જનતા અને લોકપ્રતિનિધિઓના પ્રશ્નો માટે અનામત રખાશે."
6) અમદાવાદમાં વરસાદી માહોલ
વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં ધીમી ધારે અને ધોધમાર વરસાદ ચાલુ છે. સતત વરસતા વરસાદના કારણે સવારે સ્કૂલે જતા બાળકો અને નોકરી-ધંધે નીકળેલા લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે."

