VIDEO: NEWS AFTERNOON / સાઉદી અરેબિયાના એર ડિફેન્સ ખૂટ્યા, ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ!, PM મોદીનો જન્મદિવસ
સોર્સ : gstv
1) સાઉદી અરેબિયાના એર ડિફેન્સ ખૂટ્યા
હૂથી બળવાખોરોના વધતા હુમલા વચ્ચે સાઉદી અરેબિયાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પર મોટો બોજ વધ્યો. આ સ્થિતિને પહોંચી વળવા સાઉદીએ ફ્રાન્સ, બ્રિટન, પાકિસ્તાન અને ઇજિપ્ત પાસે તાત્કાલિક એર ડિફેન્સ સહાયની મદદ માંગી છે!"
2) ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ!
રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસ ખરીદતા દેશો પર ૧૦૦% સુધીનો ટેરિફ લાદવા ડોનાલ્ડ ટ્રમ્પને કાનૂની અધિકાર આપતું બિલ પસાર. 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ'ના આ કડક નિર્ણયથી ભારત અને ચીન સીધા જ રડારમાં આવ્યા છે!"
3) પીએમ મોદીના 76મા જન્મદિને દેશભરમાં દિપ પ્રાગટય ઉત્સવ !
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિને દેશભરમાં ઉજવણીનો માહોલ છે. દિલ્હીમાં રક્તદાન કેમ્પ, વડનગરથી વારાણસી વચ્ચે ભવ્ય બાઇક રેલીઓ અને સાંજે 700થી વધુ સ્થળોએ દીપ પ્રાગટ્ય થશે! આ સાથે જ પીએમ મોદીને મળેલી 1500 જેટલી ભેટોનું ઈ-ઓક્શન પણ આજથી શરૂ થઈ રહ્યું છે.
3) જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં 2 આતંકવાદીઓ ઠાર
ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહેલા બે વધુ આતંકવાદીઓને મોડી રાતના ઓપરેશનમાં ઠાર કરાયા છે. બડગામમાં લશ્કરના કમાન્ડરને ઢાળી દીધા બાદ ભારતીય સેનાએ આતંકીઓનો સફાયો કરવાનો જંગ વધુ તેજ કર્યો છે!"
5) ગુજરાતમાં 3 દિવસ ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે છે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં અને ઘણા જિલ્લાઓમાં પવન સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે
6) અમદાવાદ ચીફ ફાયર ઓફિસર લાંચ કેસઃ
Qr કોડથી ₹23 લાખની લાંચ લેનાર વહીવટદાર ભાવસિંહ ઝાલા અને ડિજિટલ પુરાવા ન સર્જાય તે માટે માત્ર રોકડ જ સ્વીકારનાર ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે! ACB ની તપાસમાં ખાનગી ફાયર ઓફિસર્સ પાસેથી ઓનલાઇન-ઓફલાઇન વસૂલાતનો ભ્રષ્ટ ખેલ ખૂલ્લો પડ્યો."

