VIDEO: AFTERNOON BULLETINE/ બલુચ આર્મીનો મોટો દાવો, સાઉદીને મળ્યો મોટો ખજાનો, UCC પર NDAમાં મોટો ખળભળાટ!
સોર્સ : gstv
1) બલોચ લિબરેશન આર્મીનો 14 ચોકી પર કબ્જાનો દાવો
બલોચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે છેલ્લા ૩ મહિનામાં તેમણે સેનાની ૧૪થી વધુ ચોકીઓ પર કબજો મેળવી તેને સંપૂર્ણ નષ્ટ કરી દીધી છે. એટલું જ નહીં, આ ચોકીઓમાંથી તમામ હથિયારો પણ લૂંટી લેવાયા છે!"
2) સાઉદીને મળ્યો ખજાનો
સાઉદીના ઉર્જા મંત્રીએ દાવો કર્યો છે કે પવિત્ર શહેર મદીનામાંથી ૧૧ કરોડ ટન યુરેનિયમ ધરાવતી કાચી ધાતુ અને કિંમતી દુર્લભ ખનિજોનો વિપુલ જથ્થો મળી આવ્યો છે!"
3) અજમેરમાં 36 વર્ષ પછી ભાજપનો ગઢ તૂટ્યો
જયપુર, કોટા અને અલવરમાં ભાજપે પોતાનો વર્ચસ્વ જાળવી રાખ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસે ૩૬ વર્ષ પછી ભાજપના ગઢ ગણાતા અજમેરમાં ઐતિહાસિક વિજય મેળવીને સૌને ચોંકાવી દીધા છે!"
4) UCC પર NDAમાં મોટો ખળભળાટ!
અમિત શાહે ૨૦૨૯ સુધીમાં ૨૧ રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જાહેરાત કરી, પરંતુ TDP, JDU અને LJP જેવા મુખ્ય સહયોગી પક્ષોએ સાવચેતીભર્યું વલણ અપનાવતા ભાજપ માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે!"
5) અમદાવાદમાં માત્ર 5 ઈંચ વરસાદમાં પોશ વિસ્તારો બેટમાં ફેરવાયા
અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ, બોપલ, ઘુમા, શેલા, બોડકદેવ, આંબલી, થલતેજ, સેટેલાઈટ, જોધપુર સહિતના વિસ્તારોમાં ફરી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી.
6) બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસનું આખું માળખું રદ
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની નવી ટીમની સોશિયલ મીડિયા પર બારોબાર જાહેરાત થતાં પ્રદેશ નેતાગિરી લાલઘૂમ થઈ છે. પ્રદેશ કોંગ્રેસે સંગઠનનું આખું માળખું જ રદ કરી દેતાં પ્રદેશ અને જિલ્લાના નેતાઓ સામસામે આવી ગયા છે!"

